Home /News /south-gujarat /

ઈવીએમમાં ગરબડી નહીં થાય તો ચોક્કસ કોંગ્રેસ જીતશે: અહેમદ પટેલ

ઈવીએમમાં ગરબડી નહીં થાય તો ચોક્કસ કોંગ્રેસ જીતશે: અહેમદ પટેલ

આજે ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આજની તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના 12 અને દક્ષિણ ગુજરાતના 07 જિલ્લાની અનુક્રમે ચૂંટણી લડાશે. ત્યારે વિવિધ જગ્યાએ લોકો સવારથી જ મતદાન કરવા આવી રહ્યાં છે ત્યારે આજે કોંગ્રેસના અહેમદ પટેલે અંકલેશ્વરમાં મતદાન કર્યુ હતું.

મતદાન કરીને બહાર આવીને અહેમદ પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'કોંગ્રેસ સો ટકા 110થી વધારે બેઠકો જીતશે. તેમણે કાલે પીએમે અપશબ્દો બોલનાર વ્યક્તિઓની લિસ્ટ ગણાવેલ તે માટે પુછવામાં આવ્યું તો તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમના જવાબદાર વ્યક્તિઓએ સોનયાજી માટે અને કોંગ્રેસ માટે આવું બોલ્યા છે, મારે રીપિટ નથી કરવું પરંતુ અમે પણ તેમની યાદી ગણાવી છે. તેમણે તે પણ કહ્યું કે બીજેપી સરકારે દલિત આદિવાસીઓ માટે કાંઈ નથી કર્યુ. જે વાયદા કર્યા હતાં તે નિભાવવામાં આવ્યાં નથી. '
<blockquote class="twitter-tweet"
First published:

Tags: Ahmad patel, Assembly election 2017, Gujarat Election 2017, Voting

આગામી સમાચાર