અમદાવાદઃગૌહત્યા મામલે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ,ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થરમારો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 1:59 PM IST
અમદાવાદઃગૌહત્યા મામલે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ,ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થરમારો
અમદાવાદના સોલા ભાગવત ખાતે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ દરમિયાન થયેલ મારામારીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ચૈતન્ય શંભુ મહારાજએ કોંગ્રેસના ચેતન રાવલ, હિંમતસિંહ પટેલ, દિનેશ શર્મા, પાર્થવરાજસિંહ કથવાડીયા સહીંત કુલ 20 થી 25 લોકોના ટોળાની અટકાયત કરાઇ હતી.જો કે આ ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે અર્જુન મોઢવાડીયા સોલા પોલીસ સ્ટેશન આવી પહોચ્યાં હતાં અને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. આજે ગુરુવારે ઉપવાસનો બીજો દિવસ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 1:59 PM IST
અમદાવાદના સોલા ભાગવત ખાતે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ દરમિયાન થયેલ મારામારીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ચૈતન્ય શંભુ મહારાજએ કોંગ્રેસના ચેતન રાવલ, હિંમતસિંહ પટેલ, દિનેશ શર્મા, પાર્થવરાજસિંહ કથવાડીયા સહીંત કુલ 20 થી 25 લોકોના ટોળાની અટકાયત કરાઇ હતી.જો કે આ ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે અર્જુન મોઢવાડીયા સોલા પોલીસ સ્ટેશન આવી પહોચ્યાં હતાં અને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. આજે ગુરુવારે ઉપવાસનો બીજો દિવસ છે.

કેરળ માં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો વડે જાહેરમાં ગૌહત્યા ના વિરોધ માં ચૈતન્ય મહારાજે બુધવાર સાંજ થી 48 કલાક ના ઉપવાસ નો કાર્યક્રમ સોલા ભાગવતના કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સંતો અને ગૌ પ્રેમીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા.  આ કાર્યક્રમની શરૂઆત થતાની થોડીવારમાં જ ગૌહત્યાના મામલે સભાસ્થળ ભાજપ- કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રાજનૈતિક ઝપાઝપીનો અખાડો બની ગયું હતું.

ભાજપએ કૉંગ્રેસ વિરુધ્ધમાં સૂત્રોચ્ચાર કરતાં મામલો તંગ બન્યો

કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ સાધુ સન્તો અને ચૈતન્યશભૂ મહારાજને સમર્થન આપવા શરૂઆતમાં કૉંગ્રેસ ના આગેવાનો ચેતન રાવલ,હિમ્મત સિહ પટેલ,મહિલા મોરચાનાં પ્રમુખ સહિત મહિલા કાર્યકરો તેમજ યુથ કોંગ્રેસ ના લોકો આવી પહોંચ્યા હતા.પરિણામે વાતાવરણ તંગ થયું હતું. ત્યાર બાદ થોડીવારમાં ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસ વિરુધ્ધમાં સૂત્રોચ્ચાર કરતાં મામલો તંગ બન્યો હતો અને બન્ને પક્ષના લોકો સામસામે આવીજતા ઝપાઝપી ના દ્રશ્યો સર્જાયા હતાં.

અને થોડીક ક્ષણો માટે પત્થરમારો પણ થયો હતો.જેમા ભાજપ ના નવા વાડજ નાં કોર્પોરેટર જીગ્નેશ પટેલ ને ઇજા થવા પામી હતી.જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ના ચેતન રાવલ ના કપડા પણ ફાડી નંખાયા હતા.આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસ ક્યાંય જોવા મળી નહોતી.પોલીસ ફિલ્મ ની જેમ અહી પણ મોડી પહોઁચ તા આ ઘટના વણસી હતી.ઘટના ની જાણ થતાં ભાજપ નાં ટૉળે ટોળાં ઉમટી પડ્યા હતાં.

પોલીસ દ્વારા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત યુવા કોંગ્રેસ નાં 12 થી15 લોકો ની અટકાયત કરવા મા આવ્યાં બાદ ઉપવાસ સ્થળે મામલો શાંતી પુર્ણ થવા પામ્યો હતો.  જો કે આ ધટના ના પરિણામે સમગ્ર વાતાવરણમાં ઉગ્રતા ફેલાઇ ગઇ હતી.

સમર્થન આપવા નિતિન પટેલ પહોચ્યા

કોંગ્રેસી ઓની અટકાયત બાદ પણ અહીંયા મંચ પર ચૈતન્ય શંભુ મહારાજને સમર્થન આપવા માટે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ તેમજ રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા અને  ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ એક પછી એક આવ્યા હતા.

First published: June 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर