બુલેટ ટ્રેનના પટ્ટાની જમીનનો વીઘાનો ભાવ કરોડો, મહેસુલ મંત્રીની ઘોષણા પોકળ: વકિલ

પ્રતિકાત્મક તસવીર

વકીલ આનંદ યાજ્ઞીક ખેડુતોની જમીન સંપાદનના વિવાદને લઈને હાઈકોર્ટમાં તેમના તરફી કેસ લડી રહ્યા છે.

 • Share this:
  બુલેટ ટ્રેન અંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલે જમીન સંપાદન મુદ્દે કરેલી ઘોષણાઓને વકીલ આનંદ યાજ્ઞિકે ખોટી અને પોકળ ગણાવી છે. વકીલ આનંદ યાજ્ઞિક ખેડૂતોની જમીન સંપાદનના વિવાદને લઈને હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યુ છે કે, સરકાર ખેડૂતોને તેમની હકની રકમ સામે ખૂબ જ ઓછુ વળતર આપવા જઈ રહી છે. તેમનુ કહેવુ છે કે, સરકારે વર્ષના 8 ટકા લેખે જંત્રી વધારવાની જે વાત કરી છે તે અયોગ્ય છે. તેમણે જણાવ્યુ છે કે, બુલેટ ટ્રેનના પટ્ટામાં આવતી ભરૂચથી વલસાડ જિલ્લાની જમીનોના એક વીઘાના ભાવ કરોડોમાં છે, ત્યારે તેમને આપેલા વચનો પોકળ છે અને તેનાથી ખેડૂતોને મોટુ નુકસાન જઈ શકે છે. તેમજ સરકારની અન્ય સ્કીમોને આનંદ યાજ્ઞિકે ખોટા પ્રલોભનો ગણાવ્યા છે.

  બુલેટ ટ્રેન અંગે મહેસુલ મંત્રી કૌશીક પટેલે જમીન સંપાદન મામલે કરેલી ધોષણાઓને પોકળ અને ખોટી વકીલ આનંદ યાજ્ઞીકે ગણાવી છે. આનંદ યાજ્ઞીક ખેડુતોની જમીન સંપાદનના વિવાદને લઈને હાઈકોર્ટમાં તેમના તરફી કેસ લડી રહ્યા છે. તેમણે આજે નિવેદન આપતા જણાવ્યુ છે કે, સરકાર ખેડુતોને તેમની હકની રકમ સામે ખુબ જ ઓછુ વળતર આપવા જઈ રહી છે. કેમ કે સરકારે વર્ષના 8 ટકા લેખે જંત્રી વધારવાની વાત કહી છે જે અયોગ્ય છે. બુલેટ ટ્રેનના પટ્ટામા આવતી ભરુચ થી વલસાડ જીલ્લાની જમીનો ના એક વિઘાના ભાવ કરોડોમાં છે ત્યારે તેમને આપેલા વંચનો પોકળ છે અને તેનાથી ખેડુતોને મોટુ નુકસાન જઈ શકે છે. ઉપરાંત સરકારે એવુ પણ કહ્યુ છે કે જો ખેડુત જમીન સંપાદન માટે સંમતી આપે તો સંમતી એવોર્ડમાં મુળ એવોર્ડના 25 ટકા વળતરનો વધારાનો લાભ મળશે. જેથી 100 ના 125 થાય. સરકારની આસ્કીમોને આનંદ યાજ્ઞીકે ખોટા પ્રલોભનો ગણાવ્યા અને તેમના કરેલા વાયદાઓથી ખેડુતોનો મોટું નુકસાન જાય તેમ કહી તેમને જંત્રી પ્રમાણે નહી પણ માર્કેટ ભાવ પ્રમાણે યોગ્ય વળતર મળે તેવી માંગણી કરી છે.

  વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, સરકારે કહ્યુ કે વર્ષના 8 ટકા લેખે જંત્રી વધારીશુ આખા ગુજરાતમાં. અને 7 વર્ષમાં 56 ટકા. અર્થાત સો રુપીયાનો ભાવ હોય તો 156 રુપીયા આપીશુ. જંત્રી 100 રુપીયા નથી. ભરુચ વલસાડ જીલ્લામાં એક વીઘાના અઢીથી પાંચ કરોડ ભાવ ચાલે છે. જ્યારે તમે 15 થી 20 લાખ રુપીયા આપવા માંગો છો. એટલે જંત્રી જે 8 ટકા વઘારવામા આવી છે તે મૃગજળ સ્વરુપ છે. કોંશીક ભાઈએ એવુ કીધુ કે અમે 100 રુપીયાના 108 રુપીયા ચુકવીશુ. ગુજરાતના ખેડુતો બુદ્ધીહીન કે ભીખારી નથી કે તમારી વાત માની જાય.
  Published by:kiran mehta
  First published: