બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલો, ખેડૂતો તેમના હક માટે જાપાન જશે

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં જીકા જાપાનના કાયદાનુ પાલન નથી કરતી. જાપાને જે કોન્ટ્રાક્ટ ભારત સાથે કર્યો છે

 • Share this:
  બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતો પોતાના હક માટે આકાશ-પાતાળ એક કરી લડાઈ લડી રહ્યા છે. ખેડૂતોને પોતાના જમીનના ચુકડાના બજાર ભાવ મળે તે માટે સરકાર સામે કેટલાએ સમયથી બાયો ચઢાવી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતો હવે હકની લડાઈ માટે હવે જાપાન જવાની તૈયારી કરી રહ્યા છે.

  આ મુદ્દે આજે ખેડુતોના વકીલ આનંદ યાજ્ઞીકે કહ્યું કે, અમારા કેસમાં ખેડુતોને બજાર ભાવે યોગ્ય વળતર મળે તે માટે અને કોર્ટમાં યોગ્ય અને ઝડપી રીતે કેસ ચાલે તેમાં સરકારને કોઈ રસ નથી, અને ખેડુતા હક્કની કોઈને ચીંતા નથી એટેલે હવે જાપાન સરકારને લખેલા પત્રનો જવાબ આવી ગયો છે.

  આ પત્રમાં જાપાનને રજુઆત કરવામાં આવી હતી કે, જાપાન બેંક અને સરકારની ખેડુતલક્ષી ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યુ નથી. જીકા બેંક તરફથી હકારાત્મક જવાબ આવ્યો છે અને તેમાં જીકા બેંકના અધીકારીઓ ખેડુતો અને તેમના પ્રતીનીધીઓ સાથે મીટીંગ કરવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં જીકા સાથે બુલેટ ટ્રેન જમીન સંપાદનથી પ્રભાવીત ખેડુતોની સીધી મીટીંગ થશે.

  આ બાજુ, હાઇકોર્ટમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલામાં આજે નવો વંળાક આવ્યો છે. જેમાં હાઇકોર્ટમાં કરાયેલી અરજીઓ પાછી ખેંચવા મુદ્દે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. હાઇકોર્ટે બંને પક્ષે દલીલો સાંભળીને અંતિમ સુનાવણી હવે 12 ઓક્ટોબરના રોજ યોજવાનો આદેશ કર્યો છે. આજે બપોરે અઢી વાગે થયેલી સુનાવણીમાં વકીલે 4 અરજીઓ મામલે હાઇકોર્ટ સમક્ષ વાત મૂકી હતી કે, જે પરત ખેચવા બાબતે હતી.

  જો કે હાઇકોર્ટમાં વકીલ દ્વારા એફિડેવિટ અને વકાલતનામું મુકવા માટે સમયની માંગણી કરાઈ હતી અને આજે તેઓ રજુ કરી શક્યા ન હતા. કોર્ટે હવે બુલેટ ટ્રેન મામલે 12 ઓક્ટોબરના રોજ ફાઈનલ હીયરીંગની સુનાવણી શરુ થશે તેવુ કહ્યુ છે અને તે પહેલા જે કોઈ એફીડેવીટો કરવાની હોય તે કરવા માટે આદેશ કર્યો છે. ઉપરાંત ખેડૂતોએ વળતર અને સામાજિક અસરોના મુલક્યાંકનનો મુદ્દો પણ કોર્ટમાં ઉઠાવ્યો છે, અને તેના માટે હાઈકોર્ટ ઉપરાંત જાપાન સરકાર અને જાપાનની જીકા બેંક સાથે પણ તેઓ મીટીંગ કરવાના છે..

  ખેડૂતોના વકિલ આનંદ યાજ્ઞીકે જણાવ્યું કે, જાપાન સરકાર સાથે અમે જીકાના પ્રમુખને અમે કાગળ લખ્યો છે કે, ભારતમાં જીકા જાપાનના કાયદાનુ પાલન નથી કરતી. જાપાને જે કોન્ટ્રાક્ટ ભારત સાથે કર્યો છે, તેના એક કોન્ટ્રાક્ટની શરતોમાં ખેડુતોને યોગ્ય વળતર આપવાની વાત છે, પરંતુ ખેડુતોની પરવાનગી પણ લેવામા નથી આવી. જો લોનની શરતોનુ પાલન ન થતુ હોય તો લોન કેમ તમારે આપવી જોઈએ નહી. આ ચર્ચા બાદ જીકાએ અમને પત્ર લખી જણાવ્યુ કે, અમે તત્કાલ ધોરણે ખેડુતો તેમના પ્રતીનીધીઓ અને તેમના વકીલોને ચર્ચા માટે બોલાવીશુ.
  Published by:kiran mehta
  First published: