ભરૂચઃ આખલાએ મહિલાને 10 ફૂટ ઊંચે ઉછાળીને પટકી, CCTV ફૂટેજ

ત્યારે પહેલાં એક આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને બાદમાં આ મહિલાને અડફેટે લીધી હતી. આ મહિલા દસ ફૂટ જેટલું  ઉચે ઉછળીને નીચે પટકાતી નજર આવે છે.

News18 Gujarati
Updated: March 14, 2018, 8:30 AM IST
ભરૂચઃ આખલાએ મહિલાને 10 ફૂટ ઊંચે ઉછાળીને પટકી, CCTV ફૂટેજ
ત્યારે પહેલાં એક આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને બાદમાં આ મહિલાને અડફેટે લીધી હતી. આ મહિલા દસ ફૂટ જેટલું  ઉચે ઉછળીને નીચે પટકાતી નજર આવે છે.
News18 Gujarati
Updated: March 14, 2018, 8:30 AM IST
ભરૂચ: ભરૂચમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. શહેરનાં સેવાશ્રમ રોડ પર એક આખલાએ રસ્તે ચાલતી મહિલાને અડફેટે લીધી હતી. અને મહિલાને પીઠમાં માથુ મારીને ફંગોળી હતી. જેનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે.

આપ આ વીડિયોમાં જોઇ શકો છો કે મહિલા રસ્તાનાં સાઇડમાં પસાર થઇ રહી હતી કે ત્યારે પહેલાં એક આખલાએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને બાદમાં આ મહિલાને અડફેટે લીધી હતી. આ મહિલા દસ ફૂટ જેટલું  ઉચે ઉછળીને નીચે પટકાતી નજર આવે છે.

હાલમાં મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તેની સારવાર ચાલુ છે જોકે તે ખતરાથી બહાર છે.

ચાર દિવસ પહેલાં આગરામાં આખલાએ લીધો હતો એકનો જીવ

આગરામાં ત્રણ આખલાની લડાઇમાં એક નિર્દોષનો જીવ ગયો છે. ઘટના છે યુપીના એત્માઉદ્દૌલા વિસ્તારની છે. ૩ આખલા રસ્તા પર લડી રહ્યા હતા તે જ સમયે એક રાહદારી ઓમપ્રકાશ ત્યાંથી પસાર થાય છે. પોતાનું વ્હિકલ સાઇડ પર રાખી ઓમપ્રકાશ આખલાની લડાઇ જોવામાં વ્યસ્ત બની જાય છે એટલામાં બે આખલા ઓમપ્રકાશ પર પડે છે. આખલાએ ઓમપ્રકાશને એટલી હદે ઘાયલ કર્યા કે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાર દિવસ પહેલાની આ ઘટના છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर