લોકો લૉકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનાં ઓર્ડર આપે : છોટુ વસાવા

લોકો લૉકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનાં ઓર્ડર આપે : છોટુ વસાવા
છોટુ વસાવાની ફાઇલ તસવીર

 • Share this:
  ભરૂચ : કોરના વાયરસના કેર વચ્ચે આખા દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીટીપીનાં છોટુ વસાવાએ પોતાન સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ કરી છે. જેમા તેમણે હિન્દીમાં લખ્યું છે કે, લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ.

  ઝધડિયાનાં અને બીટીપીનાં ધારાસ્ભ્ય છોટુ વસાવાની એક પોસ્ટ હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. જેમાં તેમણે કોરોનાની મહામારી સામે લડવા માટે કરાતા લૉકડાઉન માટે જો કોઇ બહાર દેખાય તો શૂટ એટ સાઇટનો આદેશ આપવાનું જણાવ્યું છે. પોસ્ટમાં અનેક લોકોએ તેમનો વિરોધ કરતો વળતો જવાબ પણ આપ્યો છે.

  આ પણા વાંચો : ઇતિહાસમાં પહેલીવાર ભદ્રકાળી મંદિર બંધ પરંતુ Video થકી કરો મંગળા આરતીનાં દર્શન

  મહત્વનું છે કે, મંગળવારે પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ લોકડાઉનની એક આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે. પણ એક-એક ભારતીયના જીવનને બચાવવા આ સમયે મારી, ભારત સરકારની, દેશની, દેશના દરેક રાજ્યની, દરેક સ્થાનિક કોર્પોરેશનની સૌથી મોટી પ્રાથમિકતા છે. આવનાર 21 દિવસો આપણા માટે ઘણા મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સની માને તો કોરોના વાયરસની સંક્રમણની સાઇકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય ઘણો મહત્વનો છે. પીએમે કહ્યું હતું કે તમે કોઈપણ પ્રકારની અફવા અને અંધવિશ્વાસથી બચજો.
  First published:March 25, 2020, 13:09 pm

  टॉप स्टोरीज