ભરૂચઃ સગાઇની વાત ચાલતી હતી ત્યારે યુવકે કર્યો યુવતીને મેસેજ અને પછી...

ભરૂચની જંબુસર રોડ ઉપર આવેલી સોસાયટીના યુવકના સગપણની વાત કંથારીયા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી યુવતી સાથે ચાલી રહી હતી.

News18 Gujarati
Updated: January 10, 2019, 3:07 PM IST
ભરૂચઃ સગાઇની વાત ચાલતી હતી ત્યારે યુવકે કર્યો યુવતીને મેસેજ અને પછી...
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 10, 2019, 3:07 PM IST
ભરૂચ, ન્યૂઝ18 ગુજરાતીઃ ભરૂચની જંબુસર રોડ ઉપર આવેલી સોસાયટીના યુવકના સગપણની વાત કંથારીયા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી યુવતી સાથે ચાલી રહી હતી. દરમિયાનમાં યુવકે યુવતીના મોબાઇલ ઉપર મોકલેલા મેસેજથી યુવતીના પરિવારજનોને મનદુઃખ થવા સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના પગલે યુવતીના પરિવારજનોનું 7 વ્યક્તિનું ટોળું યુવકના ઘરે ધસી આવી મારામારી કરી હતી. જે અંગે બી.ડીવીજન પોલીસ મથકે રાયોટીંગનો ગુનો દાખલ કરાયો છે.

પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે જંબુસર રોડ ઉપર આવેલા ઝીનત બંગ્લોઝમાં રહેતા પ્રવિણસિંહ રાણાના પુત્ર સાજીદના સગપણની વાત કંથારિયા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી યુવતી સાથે ચાલી રહી હતી. આ દરમિયાન સાઝીદે યુવીને મોબાઇલ ઉપર મેસેજ મોકલ્યો હતો. જેના પગલે યુવતીના પરિવારને મનદુઃખ થયું હતું. જેથી રોષે ભરાયેલા પરિવારજનો યુવકના ઘરે ધસી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-નવસારીઃ 29 વર્ષીય યુવકે પાંચમા માળથી લગાવી મોતની છલાંગ

યુવતીના પરિવાજનોએ ઘરમાં ઘુસીને પ્રવિણસિંહ અને તેમના પપુત્રને મારમારી બીજ વખત પોતાની દીકરીને મેસેજ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે બી ડીવિઝન પોલીસ મથકે સાઝીદના પિતાએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...