ભરૂચ : દહેજની કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, 8 કામદારનાં મોત

News18 Gujarati
Updated: June 3, 2020, 10:41 PM IST
ભરૂચ : દહેજની કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, 8 કામદારનાં મોત
બ્લાસ્ટમાં અનેક કામદારો ઈજાગ્રસ્ત થયા.

ભરુચ જિલ્લાના દહેજ ખાતે આવેલી યશસ્વી સસાયણ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

  • Share this:
ભરૂચ : દહેજની યશસ્વી રસાયણ કેમિકલ કંપની (Yashashvi Rasayan Pvt Ltd )માં એક બોઇકલરમાં જોરદાર ધડાકો (Blast) થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારો ધ્રુજી ગયા હતા. બ્લાસ્ટ બાદ ધૂમાડાને ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગેની વિચલિત કરતી તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે. બ્લાસ્ટને કારણે 8 કામદારોનાં મોત થયા છે. મોતનો આંકડો વધવાની પૂરી શક્યતા છે. બ્લાસ્ટને કારણે આસપાસના ત્રણ જેટલા ગામોને ખાલી કરાવવામાં આવ્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. હાલ 35 જેટલા કામદાર હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે.

અમિત ચાવડાએ શેર કર્યો વીડિયો

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગેનો એક વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. અમિત ચાવડાએ ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગને કારણે અનેક લોકો દાઝી ગયા છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક મદદ કરવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.આ પણ વાંચો :  સુરત હત્યા કેસના CCTV : કોર્પોરેટર સતિષ પટેલ સહિતના લોકો નજરે પડ્યા

યુવક ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યોગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શેર કરેલા વીડિયોમાં બ્લાસ્ટને પગલે ઘાયલ થયેલા એક યુવકને જોઈ શકાય છે. યુવક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર ઊભો છે. જ્યારે તેની આસપાસના લોકો તેને બેસવા માટે કહી રહ્યા છે. યુવકની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી છે. તેના શરીર કાળું પડી ગયું છે તેમજ અનેક જગ્યાએ તેા હાથની ચામડી ઉતરી ગઈ છે. આ દરમિયાન લોકો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવાની પણ બૂમો પાડી રહ્યા છે.

શું હતો બનાવ?

ભરુચ જિલ્લાના દહેજ ખાતે આવેલી યશસ્વી સસાયણ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે કેમિકલ ભરેલી એક ટાંકીમાં ધડાકો થયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ દોડી ગયું હતું.

Poll :ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં મોકલાયા

બ્લાસ્ટ થતાં કર્મચારીઓ દોડીને કંપનીની બહાર આવી ગયા હતા. તેમાંથી એક વ્યક્તિએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ ધડાકો થયો ત્યારે હું ધાબા પર જ હતો પરંતુ બ્લાસ્ટ કઈ રીતે થયો તેની કંઇ જ ખબર નથી પડી. આ દુર્ઘટનામાં 15થી 20 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."
First published: June 3, 2020, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading