ગુજરાતમાં મિશન 150 પર અમિત શાહ,કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવવા મથામણ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 11:11 AM IST
ગુજરાતમાં મિશન 150 પર અમિત શાહ,કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવવા મથામણ
આગામી દિવસોમાં વિધાનસભા ચુંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ 150 પ્લસ સીટો પર જીત માટે કમરકસી છે અને ઘરે ઘરે પ્રચાર કરવા કાર્યકરોને આહવાન કર્યું છે. ત્યારે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે પહોચ્યા છે અને કોંગ્રેસના ગઢ એવા મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાવવા મથામણ શરૂ કરી છે. છોટા ઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત તેમણે લીધી હતી આ દરમિયાન તેમણે પોપટ રાઠવા નામના આદિવાસી કાર્યકરના ઘરે સાદુ ભોજન લીધુ હતું. મકાઇના રોટલા, તાદળજાની ભાજી, ભીડાનું શાક, લાપસી પરિવાર સાથે બેસી શાહે આરોગ્યુ હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 11:11 AM IST
આગામી દિવસોમાં વિધાનસભા ચુંટણી બારણે ટકોરા મારી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ 150 પ્લસ સીટો પર જીત માટે કમરકસી છે અને ઘરે ઘરે પ્રચાર કરવા કાર્યકરોને આહવાન કર્યું છે. ત્યારે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે પહોચ્યા છે અને કોંગ્રેસના ગઢ એવા મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાવવા મથામણ શરૂ કરી છે. છોટા ઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત તેમણે લીધી હતી આ દરમિયાન તેમણે પોપટ રાઠવા નામના આદિવાસી કાર્યકરના ઘરે સાદુ ભોજન લીધુ હતું. મકાઇના રોટલા, તાદળજાની ભાજી, ભીડાનું શાક, લાપસી પરિવાર સાથે બેસી શાહે આરોગ્યુ હતું. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે વડોદરામાં બુધ્ધીજીવોએને સંબોધ્યું હતું.વડોદરાના સયાજીનગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં અમીત શાહે બુધ્ધીજીવોઓને સંબોધતા કહ્યું કે ભાજપ સિધ્ધાંતોથી ચાલનારી પાર્ટી છે.ભાજપ પંડીલ દિનદયાલની બે પ્રકારની જન્મજયંતીની ઉજવણી કરી રહી છે.જેમાં એક પાર્ટીના સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે જયારે બીજો પાર્ટીનો પરિચય લોકો સુધી પહોચાડવો પડશે.દેશમાં પહેલી વખત કોઈ પક્ષ ધ્વારા 8 લાખ બુથનો પ્રવાસ કરવામાં આવનાર છે.

amitshah1

અમીત શાહે અન્ય પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે બીજા પક્ષો કરતા ભાજપમાં આંતરિક ડેમોક્રેસી, સિધ્ધાંત અને સરકાર બને ત્યારે કામ કરવાની રીત સૌથી અલગ અને સારું છે.આ ઉપરાંત અમીત શાહે જનસંઘના સમયને યાદ કરતા કહ્યું કે જનસંઘના સમયમાં પાર્ટીમાં માત્ર 10 કાર્યકર્તાઓ હતા જયારે આજે 11 કરોડના સભ્યો સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.

અમીત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી કયારેય વડાપ્રધાન નહી બને.આ ઉપરાંત તેમને ઉતરપ્રદેશને માત્ર પાંચ વર્ષમાં બીમારુ રાજયમાંથી બહાર લાવવાનો દાવો કર્યો હતો.અમીત શાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બુધ્ધીજીવીઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ કાર્યકરોએ શાહનું પુતળુ બાળ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ વડોદરા આવ્યા તે પહેલા કોગ્રેસના કાર્યકરોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો.કોગ્રેસના કાર્યકરોએ કાર્યક્રમના સ્થળે જ અમીત શાહનું પુતળુ બાળ્યું હતું.તો બીજી તરફ અમીત શાહના કાફલાને કાળા વાવટા બતાવ્યા હતા.પોલીસે વિવિધ સ્થળેથી કોગ્રેસના 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

First published: June 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर