કેન્દ્રમાં BJP હોવાથી SCએ અયોધ્યા મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો : મનસુખ વસાવા

મનસુખ વસાવાની ફાઇલ તસવીર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફરી બફાટ, ભાજપના સ્નેહ મિલનમાં બોલ્યા, "કેન્દ્રમાં ભાજપ હોવાથી SCએ અયોધ્યામાં મામલે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો"

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી (Ex central state minister) અને ભરૂચના સાંસદ (Member of prliament Bharuch) મનસુખ વસાવા (Mansukh vasava)એ સુપ્રિમ કોર્ટ (suprem court) દ્વારા રામ જન્મભૂમિ (Ram janmabhoomi) અંગે અપાયેલા ચુકાદા મુદ્દે બફાટ કર્યો છે. વસાવાએ ભરૂચમાં યોજાયેલા એક સ્નેહ મિલનમાં કહ્યું કે 'રામ મંદિરનો મુદ્દો આઝાદી પહેલાનો હતો પરંતું કેન્દ્રમાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપણી તરફેણમાં આપવો પડ્યો છે.'

  મનસુખ વસાવાએ કહ્યું, 'રામ જન્મભૂમિનો મુદ્દો કેટલા વર્ષો જૂનો હતો, કેટલા વર્ષો વિતી ગયા, દેશ આઝાદ પણ નહોતો થયો. કેટલા ય લોકો શહીદ થઈ ગયા પરંતુ આ મુદ્દો પણ સુપ્રીમ કોર્ટમાં સોલ્વ થયો. કેન્દ્રમાં આપણી સરકાર હોવાથી સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપણી તરફેણમાં આપવો પડ્યો છે. '

  આ પણ વાંચો :  અમદાવાદના PIની દિલેરી, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી 'ચિલ્ડ્રન્સ ડે' ઉજવ્યો

  બાદમાં ખુલાસો કર્યો

  મનસુખ વસાવાનું નિવેદન સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઇ જતા તેમણે ખુલાસો કર્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું, 'સુપ્રિમ કોર્ટે જે ન્યાય કર્યો છે તેને અમે વધાવીએ છીએ અને શિરોમાન્ય છે. આજે જો ભારતીય જનતા પાર્ટીનું સાશન ન હોત તો શું થાત. આજે જે શાંતિ છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે છે. દેશ-દુનિયાને લાગતું હતું કે દેશમાં હુલ્લડો થશે પરંતુ ન થયા. આ ચુકાદા બાદ આખાય દેશમાં શાંતિ જળવાઈ છે. ”

  આ પણ વાંચો :  લાઇટ બિલના કેસમાં પત્નીની સામી ફરિયાદ, 'પતિએ રાત્રે 2.30 વાગ્યે સંબંધ બાંધવા દબાણ કર્યું'

  રામ મંદિર, જમ્મુ કાશ્મીર અમારો ઍજન્ડા હતો

  વસાવાએ કહ્યું કે 'અમારી પાર્ટી જે વાત કહે છે તે કરે છે. આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર અમારો ઍજન્ડા હતો. રામ જન્મભૂમિ અને રામ મંદિર અમારો ઍજન્ડા હતો અમે આ તમામ કામ પૂર્ણ કર્યા છે. મેં આ જ વાત ગઈકાલે સ્નેહ મિલનમાં લોકો સુધી પહોંચાડી હતી.
  Published by:Jay Mishra
  First published: