ભરૂચ: ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત

ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને હારનો સામનો કરવો પડ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને હારનો સામનો કરવો પડ્યો છે.

  ભરૂચ લોકસભા બેઠક માટે મત ગણતરીના પ્રથમ રાઉન્ડમાં 4 EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી.

  ભરૂચ લોકસભા બેઠક પર ત્રણ મુખ્ય ઉમેદવારો ભાજપના હમનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ભરૂચમાં ત્રિ-પાંખીયો જંગ હતો. કોંગ્રેસ છોટુભાઇ વસાવાના ખભે બંદૂક મૂકી ભાજપનો શિકાર કરવાની ફિરાકમાં હતું. છોટુ વસાવાને કોગ્રેસના મેન્ડેટ પર લડાવવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ છોટુ વસાવાએ કોગ્રેસના મેન્ડેટ પર ચુટંણી લડવાનો ઇનકાર કરતા કોંગ્રેસનો દાવ ઉંધો પડ્યો હતો.

  સાંસદનું રિપોર્ટ કાર્ડ

  ભાજપના મનસુખભાઇ વસાવા નિષ્કલંક આદિવાસી નેતા ગણાય છે. સાચું હોય અને જનહિતમાં હોય તો પોતાના જ પક્ષ કે નેતા સામે અવાજ ઉઠાવતા અચકાયા નથી. જાહેરમાં જ કોઈને પણ ખખડાવી દેવાનો તેમનો સ્વભાવ રહ્યો છે, અને તેના જ કારણે તેમના અનેક વીડિયો વાઈરલ થયા છે. તેમના આ જ સ્વભાવને કારણે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારીમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે લોકોમાં પોતાનો ઈમાનદાર છબીનો પ્રભાવ જાળવવામાં તેઓ સફળ થયા છે. છેલ્લી બે ટર્મથી મનસુખ વસાવાને બદલવાની વાતો ચૂંટણી પહેલા શરૂ થાય છે. પરતું પાર્ટી પાસે ભરૂચમાં એવો કોઈ દમદાર ચહેરો નથી એટલે મનસુખ વસાવાને રિપીટ કરવા પડે છે.

  મનસુખભાઈની લોકસભામાં 88% હાજરી રહી છે, 88 સવાલો પૂછ્યા છે, 30 જેટલી ચર્ચામાં ભાગ લીધો છે અને એકપણ ખાનગી બિલ રજુ કર્યું નથી

  જાતિગત સમીકરણો : ભરૂચ બેઠક જીતવા માટે આદિવાસી મતદારો નિર્ણાયક ભરૂચ લોકસભા મત વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આદિવાસી અને શહેરી વિસ્તાર બંને સાથે જાડાયેલા છે. આદિવાસી મતદારોનો પ્રભાવ ચૂંટણીના પરિણામો માટે નિર્ણાયક બની રહે છે. ઝઘડિયા અને ડેડિયાપાડા બંને આદિવાસી બેલ્ટની વિધાનસભાઓ છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જનરલ બેઠકો છે.

  એટલે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર આદિવાસી બેલ્ટ અને અન્ય વિસ્તારમાં પ્રભાવ ધરાવતો હોય તે જરૂરી છે. બહુધા આદિવાસી વસ્તી સાથે લઘુમતી મતદારો 28 ટકા છે. ભરૂચમાં ભાજપ જીતે છે તેનું કારણ જ્ઞાતિ અ ધર્મનાં સમીકરણો છે. ભરૂચમાં 25 ટકા મુસ્લિમ મતદારો છે અને બાકીના હિંદુ મતદારો છે. આ હિંદુ મતદારોમાં 30 ટકા મતદારો આદિવાસી છે, 12 ટકા પાટીદારો છે, 8 ટકા ક્ષત્રિયો છે, 5 ટકા દલિતો છે. બાકીના 20 ટકા મતદારો અન્ય જ્ઞાતિના છે. આ મતદારો શહેરી વિસ્તારોમાં રહે છે ને મોટા ભાગના બહારથી આવીને વસેલા છે. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં ભરૂચ અને અંકલેશ્વર બે મોટાં શહેરો છે. બંને શહેરો ઔદ્યોગિક રીતે વિકસેલાં છે. આ શહેરોમાં પરપ્રાંતિયો અને ઉત્તર ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં રહે છે. ભાજપનો હાથ ઉપર રહે છે છે તેનું કારણ આ શહેરી વિસ્તારો છે. ભરૂચમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે પણ આ મુસ્લિમો માથાભારે છે તેથી હિંદુ મતો એક થઈ ગયા છે. અંકલેશ્વરમાં બહુમતી પાટીદારો અને બહારથી આવેલા લોકોની છે. આ મતદારો પણ ભાજપ તરફી રહે છે.
  Published by:Azhar Patangwala
  First published: