જય વ્યાસ, ભરૂચ: ભાજપાનાં ભરૂચનાં નેતા પરેશ પટેલની પાણીની ચોરી માટે ધરપકડ બાદ જામીન પણ મળી ગયા છે. મહત્વનું છે કે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના તળાવમાં કેનાલમાંથી લાખો લીટર પાણી લેવામાં આવ્યું હતુ. પરેશ પટેલે સમગ્ર મામલે કહ્યું હતું કે, તેઓએ પાણી મેળવા માટે સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ ખાતાનો જવાબ મળ્યા વગર જ તેઓએ પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.
પાણી ચોરીના સમગ્ર મામલે જાણ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તે જગ્યા પરથી મોટર પાઈપ લાઈન અને પંપ હટાવી લેવાના કારણે અધિકારીઓના હાથે કઈ પણ લાગ્યું ન હતુ. સમગ્ર મામલે પરેશ પટેલે પોતાના પર લાગેલા પાણી ચોરીના આરોપને લઇને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી.
પોલીસ સ્ટેશનની બહાર પરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ' મારી પર ખોટો આરોપ કરવામાં આવ્યો કે, પાણીનો ચોર, પાણીની ચોરી કરે છે. એ અમારા સંસ્કારમાં નથી. અંકલેશ્વર તાલુકામાં આવીને પૂછો દાતાશ્રી તરીકે અમારું નામ ચાલે છે. પાણી ચોરવાના આ બેબુનિયાદ આરોપોને હું પહેલા નકારું છું. પાણી મેં લીધુ છે અને હું કહું છું મેં પાણી લીધુ છે. મેં છ મહિના પહેલા નહેર ખાતાને લેખિતમાં અરજી કરીને પાણી લીધું છે અને એનુ જે પણ પાણીનું બીલ આવે કોમર્સિયલ આવે, ઇન્ડસ્ટ્રીયલ આવે તે બીલના ભરવા તૈયાર છું. તેની મેં બાહેધરી આપી છે. પછી એમાં ચોરીની વાત ક્યા આવે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર