ભરૂચ: ધોડા સાથે બાઇક અથડાતા, યુવાન સહિત ધોડાનું મોત

News18 Gujarati
Updated: September 4, 2018, 11:28 AM IST
ભરૂચ: ધોડા સાથે બાઇક અથડાતા, યુવાન સહિત ધોડાનું મોત
આજે વહેલી સવારે ભરૂચ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે.

આજે વહેલી સવારે ભરૂચ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે.

  • Share this:
આજે વહેલી સવારે ભરૂચ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. બાઇક ચાલક ધોડાને અથડાતા યુવાન અને ધોડા બંન્નેનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ભરૂચ નજીક પાલેજ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કોઇ બે વાહન વચ્ચે નથી સર્જાયો પરંતુ એક ધોડા અને બાઇક વચ્ચે સર્જાયો છે. આ ઘટનામાં બાઇક ચાલકે વાહન ચલાવતી વખતે એકદમ કાબુ ગુમાવતા એક ધોડા સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ એક યુવાન અને ધોડાનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે.

કમકમાટીભર્યું ધોડાનું થયું મોત


ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતાં. પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃત યુવાનના પોસ્ટમોર્ટમ માટે તેને દવાખાને લઇ જવામાં આવ્યો હતો.

બાઇક ધડાકાભેર અથડાયું


આ ઘટનામાં મૃત ધોડાને પણ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસીને જોવામાં આવશે કે ઘટના કેદ થઇ છે કે નહીં.
First published: September 4, 2018, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading