ભરૂચ: મિત્રની પત્ની સાથે આડા સંબંધનો કરુણ અંજામ, છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને મિત્રએ મિત્રને પતાવી દીધો

બનાવ સીસીટીવીમાં કેદ

Bharuch murder cctv: મૃતક આર્યનના આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. આ મામલે આરોપીએ મૃતકને વારંવાર સમજાવ્યો હતો.

 • Share this:
  ભરૂચ: ભરૂચ શહેરના નર્મદા બજાર (Bharuch Narmada market)માં મંગલવારે સાંજે એક યુવકની હત્યા (Murder) થઈ હતી. જેમાં મિત્રએ જ તેના મિત્રની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી હતી. હત્યા કરીને ભાગતી વખતે યુવકના ગળા પર પણ છરી ફેરવી દીધી હતી. આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો અને હત્યારાની ધરપકડ કરી લીધી હતી. આ હત્યાના વિચલિત કરતા સીસીટીવી દ્રશ્યો (CCTV footage) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવકની નિર્દય રીતે હત્યા કરી નાખવામાં આવે છે. આ કેસમાં હત્યા બાદ આરોપી જાતે જ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

  બનાવની વિગતે વાત કરીએ તો મંગળવારે સાંજે નવ વાગ્યાની આસપાસ આર્યન હુસૈન નામના યુવકની તેના જ મિત્ર અઝરુદ્દીન આસીફ મન્સૂરીએ હત્યા (Friend killed friend) કરી નાખી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આર્યન દોડતો દોડતો આવેછે. તે ઘાયલ અવસ્થામાં હોય છે અને જમીન પર પડી જાય છે. તેની પાછળ અઝરુદ્દીન પણ હાથમાં છરી સાથે દોડી આવે છે. આચર્ય નીચે પડતાની સાથે જ અઝરુદ્દીન તેના પર છરી લઈને તૂટી પડે છે અને પેટમાં ઉપરાછાપરી ઘા મારે છે. આ દરમિયાન ત્યાં અન્ય એક વ્યક્તિ પણ ઊભો હોય છે. છરીના ઉપરાછાપરી ઘા બાદ આર્યન ત્યાં જ ઢળી પડી છે. તેની આસપાલ લોહીની પાટ ભરાય છે. છરીના ઉપરાછાપરી ઘા મારીને ભાગતા પહેલા અઝરુદ્દીન આર્યનના ગળા પર પણ છરી ફેરવી દે છે.

  આ પણ વાંચો:  અમદાવાદમાં બેવડી હત્યા: માતા અને કાકાની હત્યા કરીને યુવકનો આપઘાતનો પ્રયાસ, બે દિવસ મૃતદેહ પાસે બેસી રહ્યો

  ભરૂચની નર્મદા માર્કેટ ખાતે આ બનાવ બન્યો હતો. બજારમાં જાહેરમાં આ રીતે હત્યા કરવામાં આવતા વેપારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. હુમલા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે સ્તળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી.

  આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધમાં હત્યા

  મિત્રની હત્યા બાદ નાસી છૂટેલો અઝરુદ્દીન પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે મૃતક આર્યનના આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. આ મામલે આરોપીએ મૃતકને વારંવાર સમજાવ્યો હતો. જોકે, મૃતક ન માનતા અંતે તેને પતાવી દીધો હોવાની કબૂલાત અઝરૂદ્દીને પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

  સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હત્યારો તેના મિત્ર પર એકદમ ક્રોધમાં આવીને છરી લઈને તૂટી પડ્યો હતો. પેટમાં ઉપરાછાપરી ઘા માર્યા બાદ ભાગતા પહેલા આરોપી બચે નહીં તેની ખાતરી કરવા માટે તેણે તેના ગળા પર પણ છરી ફેરવી દીધી હતી. પોલીસ તપાસમાં મૃતકના શરીરમાં 10-12 ઘા મારી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: