ભરૂચ કોવિડ હૉસ્પિટલ આગ : દર્દી અને સ્ટાફ સહિત 18નાં મોત, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ભરૂચ કોવિડ હૉસ્પિટલ આગ : દર્દી અને સ્ટાફ સહિત 18નાં મોત, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પટેલ વેલફેર કોવીડ હૉસ્પિટલમાં આગ

મધ્યરાત્રીએ હૉસ્પિટલના કોવીડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા મોતનું તાંડવ, જેમ જેમ રાત પસાર થઈ એમ એમ મૃતાંક વધતો ગયો

 • Share this:
  ભરૂચ :  રાજ્યમાં વધુ એક કોવીડ હૉસ્પિટલ (Covid hospital fire) આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર (Patel Welfare Covid Hospital fire) કોવીડ હૉસ્પિટલનાં કોવીડ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. મૃતકોમાં દર્દી અને સ્ટાફનો સમાવેશ તાય છે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

  બનાવની વિગતો એવી છે કે ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હૉસ્પિટલને કોવીડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી રહી હતી. ગત મધ્યરાત્રિએ હૉસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટ અથવા તો ઑક્સીજન લીકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા આઈસીયુના દર્દી નર્સ સહિત 18 વ્યક્તિનાં કરૂણ મોત થયા હતા જ્યારે અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અને અન્ય હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  આ પણ વાંચો : રાજ્યમાં Covid હૉસ્પિટલો બની જોખમી : ત્રણ મહિનામાં આગની સાતમી ઘટના, 13 દર્દીનાં મોત

  આઈસીયુમાં વેન્ટિલેટર સહિતનો સામાન જે પ્રકારે બળેલી હાલતમાં જોવા મળે છે તેને જોતા આગની ભયાનકતાનો ચિતાર મળી શકે છે.


  પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલફેર હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

  આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વીટર પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.  ઘટના બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું કે હું અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો સ્વસ્થય થાય તે માટે પ્રાર્થના કરું છું.  હૉસ્પિટલના રેકોર્ડ પ્રમાણે કુલ 58 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા


  આ દુર્ઘટનામાં મૃતાંક વધવાની પણ સંભાવના છે. દર્દીઓ અને સ્ટાફ સહિત 18નાં મોત થયા છે જ્યારે અન્ય દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રાત્ર આશરે 40 એમ્બ્યુલન્સને બચાવ કામગીરીમાં જોતરી દેવામાં આવી હતી તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયરના લાશ્કરો રાહત અને બચાવની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.
  Published by:Jay Mishra
  First published:May 01, 2021, 06:34 IST

  ટૉપ ન્યૂઝ