ભરૂચઃ પાંચબત્તી વિસ્તારમાંથી રૂ.7.50 લાખના ચોરીના 19 મોબાઈલ સાથે આરોપીની ધરપકડ

ભરૂચઃ પાંચબત્તી વિસ્તારની મોબાઇલ શોપમાંથી રૂ.7.50 લાખના ચોરીના 19 મોબાઈલ સાથે આરોપીની ધરપકડ.

  • Share this:
    ભરૂચઃ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા સાડા સાત લાખના ચોરીના 19 મોબાઈલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગ્રે માર્કેટમાંથી મોંઘાદાટ મોબાઈલ લાવી એનું ગેરકાયદે રીતે વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

    મળતી વધુ વિગત મુજબ, ભરૂચમાં ચોરીના મોઘાદાટ મોબાઈલ ગેરકાયદે વેચતા મોબાઈલ શોપના માલિકની પોલીસે ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરના પાંચબત્તી વિસ્તારની એક મોબાઈલ શોપમાં ચોરીના મોબાઈલ વેચવાનું કોભાંડ ચાલે છે, જેના આધારે પોલીસે દરોડા પાડતાં અંદરથી બિલ વગરના 19 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે આઈફોન ટેન અને સેમસંગ કંપનીના મોંઘાદાટ મોબાઈલ અંગે દુકાનમાલિક હારુન ચોકીવાલાની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે તેની અટકાયત કરી રૂ.7.5 લાખના મોબાઈલ કબજે કર્યા છે. આરોપી ગ્રે માર્કેટમાંથી મોબાઈલ લાવી એનું ગેરકાયદે વેચાણ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ મોબાઈલ કોની પાસેથી ખરીદ્યા એ સહિતની વિગતો મેળવવા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: