Home /News /south-gujarat /

ભરૂચના તરસાલી અને શુકલતીર્થ ગામે ભૂ માફિયાઓ બેલગામ

ભરૂચના તરસાલી અને શુકલતીર્થ ગામે ભૂ માફિયાઓ બેલગામ

પ્રતિકાત્મક તસવીર

ભરૂચના તરસાલી અને શુકલતીર્થ ગામે ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં પાળા બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

    જય વ્યાસ, ભરૂચઃ ભરૂચના તરસાલી અને શુકલતીર્થ ગામે ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં પાળા બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. રેતીનું વહન કરતી ટ્રકોના પસાર થવા માટે બે લગામ બનેલા ભૂ માફિયાઓ નદીના પટમાં પાળા બનાવી નદીના પ્રવાહને અવરોધી રહ્યા છે ત્યારે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે.

    ભરૂચ નજીક નર્મદા નદીના પટમાં સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તેમના ફાર્મ હાઉસમાં જવા માટે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાનો વિવાદ થતા તંત્ર દ્વારા આ પાળો દુર કરવામાં આવ્યો હતો. જોકે ભરૂચના અનય ગામોમાં પણ આ રીતનાં પાળા હોવાનું બહાર આવ્યું છે.

    ભરૂચનાં તરસાલી અને શુકલતીર્થ ગામે ભૂ માફિયાઓ દ્વારા નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રીતે પાળા બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે અન્દીનું વહેણ અવરોધાઇ રહ્યું છે. રેતી ભરેલી ટ્રકોના પસાર થવા માટે આ પાળા ઉભા કરવામાં આવે છે. અગાઉ તંત્ર દ્વારા પાળા દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી એ સમયે ખાણખનીજ વિભાગની ટીમ પર ભૂ માફિયાઓએ હુમલો પણ કર્યો હતો અને ફરીથી પાળાનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે.

    આ અંગે ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશીએ ચુંટણીનું બહાનું આગળ ધરી ધ્યાન પર ણ હોવાનું જણાવ્યું હતું અને આવનારા દિવસોમાં કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું

    ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીના પટમાંથી મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે ત્યારે બે લગામ ભૂ માફિયાઓ કુદરતી સંપત્તિને પણ હાની પહોચાડી રહ્યા છે સમગ્ર મામલે તંત્રના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે ત્યારે તંત્ર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે એ જરૂરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Bharuch, Land mafiya, Shukaltirth, Tarsali, ગામડા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन