ભરૂચ: ઇકો કાર સાથે ટક્કર બાદ બાઇક ચાલક વિદ્યાર્થી હવામાં ફંગોળાયો, અકસ્માત CCTVમાં કેદ

અકસ્માત સીસીટીવીમાં કેદ.

Bharuch accident CCTV: ધો.11નો વિદ્યાર્થી વેદાંત જગલાવાલા ગુરુવારના રોજ પોતાના મિત્રને લેવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન તે એક રિક્ષાને ઓવરટેક કરવા ગયો હતો.

 • Share this:
  ભરૂચ: શહેરમાં અકસ્માતનો એક બનાવ સીસીટીવી (Bharuch accident CCTV)માં કેદ થયો છે. આ અકસ્માત (Accident)ને જોઈને એક વખત તો ખરેખર ધ્રુજી જવાય. જેમાં એક વિદ્યાર્થી કારની ટક્કર બાદ હવામાં ફંગોળાય છે અને નીચે પડે છે. ભરુચના સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યૂ પાર્ક નજીક આ અકસ્માત બન્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઈક અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે ધો.11નો વિદ્યાર્થી વેદાંત જગલાવાલા ગુરુવારના રોજ પોતાના મિત્રને લેવા માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન તે એક રિક્ષાને ઓવરટેક કરવા ગયો હતો. આ જ સમયે સામેથી એક ઇકો કાર આવી રહી હતી. વિદ્યાર્થી આ વાતથી અજાણ હોવાથી કાર અને બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. જે બાદમાં વિદ્યાર્થી નીચે પટકાયો હતો.

  આ પણ વાંચો: સુરત: 21 વર્ષીય યુવતીને દાસી બનાવી દુષ્કર્મ આચરનાર 40 વર્ષનો લંપટ ભૂવો ઝડપાયો

  અકસ્માતમાં વેદાંતને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સીસીટીવી પરથી એવું લાગી રહ્યું છે કે ઇકો કાર પોતાની સાઇડમાં જ ચાલી રહી હતી પરંતુ ઓવરટેક કરવાના ચક્કરમાં વિદ્યાર્થીની કાર સાથે ટક્કર થઈ ગઈ હતી.

  આ પણ વાંચો: 'નકલી નોટો તાંત્રિક વિધિ બાદ અસલી થઈ જશે,' અમદાવાદમાં બે હજારની નકલી નોટો સાથે બેની ધરપકડ

  થરાદમાં હીટ એન્ડ રનમાં એકનું મોત

  બનાસકાંઠામાં ડીસા થરાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. લાખણી પાસે હાઇવે પર અજાણ્યો બાઇક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ટક્કર બાદ રાહદારીનું ઘટનાસ્થળે જે કરુંણ મોત નિપજયું છે. બનાવને પગલે આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનું નામ બળવંતભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: