ભરૂચની શાળાનું વિદ્યાર્થિનીઓને ફરમાન, 'મહેંદીનો રંગ જાય પછી જ સ્કૂલે આવવું'

News18 Gujarati
Updated: August 1, 2018, 11:35 AM IST
ભરૂચની શાળાનું વિદ્યાર્થિનીઓને ફરમાન, 'મહેંદીનો રંગ જાય પછી જ સ્કૂલે આવવું'
સ્કૂલે મહેંદીનો રંગ જાય પછી સ્કૂલે આવવાનું કર્યું ફરમાન

  • Share this:
થોડા દિવસો પહેલા ગૌરી વ્રત પુરા થયા છે. આ વ્રત નાની બાળાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં તે હાથમાં મેહંદી મુકે છે. શાળામાં પણ વ્રત દરમિયાન જતી હોય છે. ભરૂચની ક્વિન ઓફ એન્જલમાં એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યો છે. જેમાં શાળા દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી વિદ્યાર્થીનીઓના હાથમાંથી મહેંદી ન જાય ત્યાં સુધી સ્કૂલમાં આવવું નહીં.

સંચાલકોએ માંગી માફી

જોકે આ મામલે વાલીઓના રોષ અને વિરોધના પગલે શાળા સંચાલકોએ માફી માંગી છે. તેમણે કહ્યું છે કે હવે આવું ભવિષ્યમાં નહીં થાય તેવી બાંહેધરી પણ આપી છે.

'ભારત માતા કી જય'ના નારા સાથે વાલીઓ શાળામાં પ્રવેશ્યા હતાં

આ ફરમાન પર તે વિદ્યાર્થીનીઓના માતાપિતા અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજ સવારથી જ વિદ્યાર્થીનીઓના માતાપિતા અને હિન્દુ સંગઠનના લોકો શાળાની બહાર એકત્ર થઇને પોતાનો રોષ દાખવ્યો છે. તે ઉપરાંત ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે શાળામાં જઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ભરૂચની ક્વિન ઓફ એન્જલ
વિદ્યાર્થીનીઓનો અભ્યાસ બગડે છે

વિદ્યાર્થીનીઓના માતા-પિતા પોતાનો રોષ દર્શાવતા કહી રહ્યાં છે કે આવા ફરમાન પછી અમારી દીકરીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. બાળકીઓએ મહેંદીનો રંગ કાઢવા માટે હાથ ધસ્યા તેનાથી હાથમાં પણ છાલા પડી ગયા છે.

વાલીઓ, હિન્દુ સંગઠનો સ્કૂલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો


આ મામલો આખા ભરૂચમાં ચર્ચાનું કારણ બની ગયો છે. બધા લોકો એ જ વિચારે છે કે વર્ષોથી ચાલતા આ તહેવારમાં આટલી સખતી કેમ?

નોંધનીય છે કે ગત શુક્રવારે ગૌરી વ્રતની સમાપ્તિ થઇ છે જ્યારે રવિવારે જયા-પાર્વતીના વ્રતની સમાપ્તી થઇ છે. આ વ્રતમાં
First published: August 1, 2018, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading