ભરૂચઃ ને.હાઇવે પર ટ્રકમાં લસણની ગૂણની આડમાં રૂ.8.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

News18 Gujarati
Updated: May 11, 2018, 10:41 PM IST
ભરૂચઃ ને.હાઇવે પર ટ્રકમાં લસણની ગૂણની આડમાં રૂ.8.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભરૂચઃ ને.હાઇવે પર ટ્રકમાં લસણની ગૂણની આડમાં રૂ.8.77 લાખનો દારૂ ઝડપાયો.

  • Share this:
ભરૂચઃ નેશનલ હાઇવે પર ટ્રકમાં લસણની ગૂણની આડમાંથી છુપાવીને લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે રૂ.8.77 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી લીધી છે.

મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં દારૂબંધી છતાં વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો ચાલુ જ છે. ક્યારેક આર્મીની આડમાં, ક્યારેક મિનરલ વોટરની બોટલની આડમાં તો ક્યારેક લસણની ગૂણીની આડમાં તો ક્યારેક દૂધના ટેન્કરની આડમાં ગુજરાતમાંથી વિદેશી દારૂ પકડાય છે. આજે સૌપ્રથમ બનાસકાંઠાના કાંકરેજના બલોજપુરમાંથી ભુજ RR સેલે મિનરલ વોટરની બોટલની આડમાં બે ટ્રકમાંથી વિદેશી દારૂની 449 પેટી ઝડપી પાડી છે, જેની મુદ્દામાલ સાથે રૂ.37 લાખની કિંમત થાય છે. આજે સાંજે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ભરૂચના નેશનલ હાઇવે પર ટ્રકમાં લસણની ગૂણની આડમાં રૂ. 8.77 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 27.88 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.First published: May 11, 2018, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading