ભરૂચનાં NRI પર સાઉથ આફ્રિકામાં ફાયરિંગ સાથે લૂંટ, CCTV વીડિયો આવ્યો સામે

News18 Gujarati
Updated: September 6, 2020, 8:25 AM IST
ભરૂચનાં NRI પર સાઉથ આફ્રિકામાં ફાયરિંગ સાથે લૂંટ, CCTV વીડિયો આવ્યો સામે
સીસીટીવીમાંથી લીધેલી તસવીર

યુવાનની કારનો નિગ્રો લૂંટારૂઓએ (Nigro loot) પીછો કરતાં હતા. જેથી તેણે લોકોથી વ્યસ્ત વિસ્તારમાં પોતાની કાર લઇ ગયો હતો

  • Share this:
સાઉથ આફ્રિકાના વેન્ડા (Venda, South Africa) ખાતે ભરૂચના (Bharuch) વ્હોરા સમની ગામના યુવાન અરકામ હાજી યુસુફ પટેલ ઉર્ફે અરકામ કોઠાને લૂંટવા હવામાં ગોળીબાર (firing) કર્યો હતો. યુવાનની કારનો નિગ્રો (Nigro) લૂંટારૂઓએ (Nigro loot) પીછો કરતાં હતા. જેથી તેણે લોકોથી વ્યસ્ત વિસ્તારમાં પોતાની કાર લઇ ગયો હતો. જે બાદ પણ નિગ્રોએ હવામાં ગોળીબાર કરી તેને લૂંટી લીધો હતો. ઘટનામાં તેની કોણીમાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ આખી ઘટનાનો સીસીટીવ (CCTV Video) વીડિયો પણ સામે આવ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચના વ્હોરા સમની ગામના વતની અને સાઉથ આફ્રિકાના વેન્ડા ખાતે બે દશકાથી સ્થાયી થયેલા અરકામ હાજી યુસુફ પટેલ ઉર્ફે અરકામ કોઠા કાર લઇ ખરીદી કરવા નીકળ્યા હતા.. તે સમયે એક કાળા રંગની કારમાં કેટલાક નિગ્રો તેનો પીછો કરતાં હતા તેવું તેમને ખ્યાલ આવ્યો હતો. જેથી પોતાનો જીવ બચાવવા કાર ભગાડી હતી. જે બાદ તેણે નજીકમાં લોકોની ભીડવાળા સ્થળે પોતાની કાર ઊભી કરી દીધી હતી.

આ દરમિયાન કાળા રંગની કારમાં 3 નિગ્રો ત્યાં પહોંચ્યાં હતાં. જે પૈકી કારમાંથી નીચે ઉતરી બે નિગ્રોએ હવામાં ફાયરિંગ કરી અરકામની કારમાં પાસે દોડી ગયાં હતાં. તેમણે અરકામને લૂંટી ત્યાં આસપાસ ઉભેલાં લોકોને હવામાં ફાયરિંગ કરી ગભરાવી કારમાં નાસી છૂટ્યાં હતાં. આ ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.


આ દૂર્ઘટનામાં અકરામને હાથ પર બુલેટ વાગી છે. જેથી હાલ તેઓ સારવાર હેઠળ છે. મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત સ્થિર છે. આ નિગ્રોએ અકરામ પાસેથી 5000 રેન્ડ રોકડા, તેમનો મોબાઇલ ફોન અને અન્ય અત્યની ચીજ વસ્તુઓ લઇને ફરાર થઇ ગયા છે.
Published by: Kaushal Pancholi
First published: September 6, 2020, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading