ભરૂચઃ NCBએ રૂ. 1.2 કરોડની કિંમતનો 600 કિલો ગાંજો ઝડપ્યો, બે શખ્સોની અટકાયત

News18 Gujarati
Updated: June 16, 2018, 1:41 PM IST
ભરૂચઃ NCBએ રૂ. 1.2 કરોડની કિંમતનો 600 કિલો ગાંજો ઝડપ્યો, બે શખ્સોની અટકાયત
નર્મદા ચોકડી પાસેથી પકડાયેલા ગાંજો ભરેલો ટ્રક

ગુજરાતના ભરૂચમાંથી એનસીબીએ 600 કિલો ગાંજો ઝડપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. શનિવારે ભરૂચ એનસીબીએ બાતમીના આધારે નર્મદા ચોકડી પાલેસીથી આ ટ્રકને રોકી હતી.

  • Share this:
ગુજરાતના ભરૂચમાંથી એનસીબીએ 600 કિલો ગાંજો ઝડપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. શનિવારે ભરૂચ એનસીબીએ બાતમીના આધારે નર્મદા ચોકડી પાલેસીથી આ ટ્રકને રોકી હતી. જેની તપાસ કરતા ટ્રેકમાંથી આશરે 600 કિલો ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું. ટ્રકમાં રાખેલા ગંજાની કિંમત અંદાજીત 1.2 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ટ્રક ચાલક અને ક્લિનરની અટકાયત કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારેના સમયે ભરૂચની નર્મદા ચોકડી પાસેથી મોટી માત્રામાં ગાંજો ભરેલી ટ્રક પસાર થવાની બાતમીના આધારે એનસીબીની ટીમ સ્થળ ઉપર વોચ રાખી રહી હતી. જ્યારે આ ટ્રક નર્મદા ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એનસીબીની ટીમે ટ્રકને રોકીને તપાસ કરી હતી. ટ્રકની તપાસ કરતા ટ્રકમાં 600 કિલો ગાંજો હોવાનું ખુલ્યું હતું. જેથી એનસીબીએ ટ્રક સહિત ગાંજો જપ્ત કર્યો હતો અને સાથે બે લોકોની પણ અટકાત કરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે એક મોપેડ, ટ્રક સહિત ગાંજાને જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજો ભરેલી ટ્રક ઉત્તર પ્રદેશથી આવી રહી હતી. જોકે, ગુજરાતમાં કઇ જગ્યાએ ગાંજો પહોંચાડવાનો હતો એ અંગે પોલીસે તપાસ હાથધરી છે.

એપ્રિલમાં અંકલેશ્વરમાંથી 100 કિલો ગાંજો ઝડપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા ભરૂચના અંકલેશ્વર વાલિયા ચોકડી પાસેના સુપર આર્કેડમાંથી 100 કિલો ઉપરાંતના ગાંજાનો જથ્થા સાથે ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી હતી. 4 એપ્રિલે ભરૂચ એસઓજી તેમજ અંકલેશ્વર શહેર પોલીસના સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલા સુપર આર્કેડની દુકાન નંબર એફ 15માંથી 100 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે નર્મદા જીલ્લાના ગુરુડેશઅવરના ઓરપા ગામના ત્રણ સગાભાઈઓને પકડ્યા હતા. યોગેશ તડવી, નરેશ તડવી અને ગણેશ તડવીની ધરપકડ કરીને રૂ. 6.25 લાખ ઉપરાંતના ગાંજાનો જથ્થો પોલીસ જપ્ત કર્યો હતો.

અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયો હતો ગાંજોઆ સિવાય સુરત રેલવે પોલીસે અમદાવાદ પુરી ટ્રેનના જનરલ ડબ્બાના શોચાલય પાસેથી 82 કિલો ગાંજો બિનવરસી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પુરીથી અમદાવાદ આવતી ટ્રેનો માંથી ગાંજો રેલવે પોલીસ પકડી ત્યારે ફરીથી વધુ 73 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પુરીથી અમદાવાદ આવતી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવતા તેમા ચેકિંગ હાથ ધાર્યું હતું તે દરમિયાન જનરલ કોચના ટોયલેટ માંથી બિનવારસી હાલત માં 73 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

 
First published: June 16, 2018, 1:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading