Home /News /south-gujarat /

Bharuch: ભરુચના સાંસદ મનસુખ વસાવાએ શિષ્ટાચાર ગુમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો, જુઓ વીડિયો

Bharuch: ભરુચના સાંસદ મનસુખ વસાવાએ શિષ્ટાચાર ગુમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો, જુઓ વીડિયો

ભરુચના સાંસદ મનસુખ વસાવાનો વિવાદો સાથે જૂનો નાતો છે.

ભરુચના સાંસદ મનસુખ વસાવા (Bharuch MP Mansukh Vasava)નો વિવાદો સાથે જૂનો નાતો છે. સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો લઈ હંમેશાંમાં ચર્ચામાં રહે છે.

    ભરુચના સાંસદ મનસુખ વસાવા (Bharuch MP Mansukh Vasava)નો વિવાદો સાથે જૂનો નાતો છે. સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો લઈ હંમેશાંમાં ચર્ચામાં રહે છે. આજે પણ રેતીના ડમ્પરના અડફેટે 3 લોકોનાં મોતનો મામલે સાંસદ ગુસ્સે ભરાયા હતા. જોકે ગુસ્સો રજૂ કરતા સમયે તેઓ મર્યાદાઓ ભૂલ્યા હતા અને સાથે જ શિષ્ટાચાર પણ ગુમાવ્યો હતો. આ દરમિયાન સાંસદે અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. મનસુખ વસવા એક સાંસદની ગરીમા ભૂલી બેહૂદુ વર્તન કર્યું હતું. જેનો એક વીડિયો (Video Viral) પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે.

    વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે અને સંભળાય પણ છે કે, ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાં મનસુખ વાસાએ બેફામ ગાળો ભાંડી હતી. કરજણ તાલુકામાં રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત નીપજ્યા બાદ આજે ભરૂચના સાંસદ અને કરજણના પૂર્વ ધારાસભ્ય બનાવ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં સાંસદ આવ્યા હોવાની જાણ થતાં કરજણ મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. આ સમયે સાંસદે અધિકારીઓનો જાહેરમાં બેફામ ગાળો ભાંડી હતી. મનસુખ વસાવાએ આ દરમિયાન ન શોભે તેવા શબ્દોનો વરસાદ વરસાવ્યો હતો. મનસુખ વાસાવા આવા અભદ્ર વર્તનથી લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

    આ પણ વાંચો- પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન શા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીવી ડિબેટ કરવા માંગે છે?

    આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા એટલા ગુસ્સમાં આવી ગયા હતા કે એવું લાગતું હતું કે, તેઓ મામલતદાર પર હાથ ઉપાડી દેશે. હાલમાં સાંસદની આ અભદ્ર ભાષાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે, આ વીડિયો કાનમા ઇયર ફોન મૂકીને સાંભળવો અને જોવો.



    જણાવી દઇએ કે, બે દિવસ અગાઉ કરજણના માલોદ ગામ નજીક ડમ્પરની ટક્કરે ભરૂચના ઝનોર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક આગેવાનોની સાથે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. આ દરમિયાન સાંસદ મામલતદારને ખિસ્સામાં હાથ નાંખી ઊભા રહેલા જોઇ ગિન્નાઇ ગયા હતા અને મામલતદાર પર હપ્તાખોરીનો આરોપ મૂકી બેફામ ગાળો બોલી હતી સાથે જ સાંસદે શિષ્ટાચાર પણ ગુમાવી દીધો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Bharuch, ભરૂચ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन