મન કી શક્તિ, બોલ કી શક્તિ..વસાવા : મનસુખભાઇ જરાક વધુ સાચું બોલે છે હોં !

News18 Gujarati
Updated: September 15, 2018, 3:43 PM IST
મન કી શક્તિ, બોલ કી શક્તિ..વસાવા : મનસુખભાઇ જરાક વધુ સાચું બોલે છે હોં !

  • Share this:
ભાજપના સશક્ત આદિવાસી નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમની નિવેદનબાજી માટે જાણીતા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના વક્તવ્યો અને નિવેદનોમાં જાણે વધુ ધાર આવી ગઈ હોય તેવું લાગે છે ! અચ્છુ-અચ્છુ, પ્યારું-પ્યારું, ગોખેલું-ગણાવેલુંભણાવેલું- અને 'પક્ષે આ જવાબદારી આપી છે ત્યારે' વગેરે જેવા નિવેદનોમાં ખુદાના શ્વાસોને રૂંધી રાખતા રાજકારણીઓ ભલે મોઢા-મોઢ મનસુખ વસાવાના નિવેદનોનું ખંડન કરે, પરંતુ અંદરથી તો સૌને લાગતું જ હશે કે, 'માણસ છે સાચો અને બળુકો !" મનસુખ વસાવાએ આપેલા કેટલાક આકરાં કિન્તુ સાચા લાગે તેવા નિવેદનો વિષે તમને પણ વાંચવું ગમશે :

સ્વચ્છતા અભિયાન કે પોટલી સફાઈ :

આજે ભરૂચના કસક વિસ્તારમાં મનસુખભાઇ વસાવાએ "સ્વચ્છતા અભિયાન" વેળા કચરાની દારૂની પોટલીઓ સાફ કરવાની સાથે તેમની જીભ પણ સાફ કરી લીધી. તેઓ વધ્યાં, "પીતા હોઈ તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ તો પોટલી ફેંકવી જોઈએ"

નાલાયક પોલીસવાળાને સબક શીખવાડવો પડશે

આ પૂર્વે તાજેતરમાં નર્મદા દિલ્લામાં યોજાયેલા પોષણ માસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મનસુખ વસાવાએ સરકારમાં ચાલતી ગેરરીતિઓ અંગે જાહેરમાં ફટકાબાજી કરી હતી. દારૂબંધી અને વ્યસન બાબતે પણ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, કેમિકલ વાળો દારૂ પીને કેટલીયે આદિવાસી બહેનો વિધવા થઇ છે. મેં જ્યારે જ્યારે આ અંગે રજુઆતો કરી છે ત્યારે ત્ચારે આ પોલીસ જ ગામડાઓમાં જઈને કહે છે કે મનસુખાભાઇએ ફરિયાદ કરી છે એટલે આવ્યા છે. આવા નાલાયક પોલીસ વાળાઓને આપણે સબક શીખવાડવો પડશે.

પોષણની વાતો કરીયે છીએ પણ તેમનું શોષણ થાય છેરાજ્ય સરકારનાં આંગણવાડી વિભાગ અને યુનિસેફ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ આ તબક્કે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આંગણવાડીની કાર્યકરો જે કુપોષણ દૂર કરવા સતત મહેનત કરે છે. તે બહેનોને ઓછો પગાર મળે છે. તેઓનું આ પ્રકારે શોષણ થાય છે. આપણે પોષણની વાતો કરીએ છીએ. અહિં તેમનું શોષણ થાય છે.

મધ્યાહ્ન ભોજન અને સડેલું અનાજ 

કુપોષણ દુર કરવા માટે શાળામાં અપાતા મધ્યાહન ભોજન અંગે ટિપ્પણી કરતા મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે મધ્યાહન ભોજનવાળા પણ જાણે છે કે, તેમને સરકાર દ્વારા સડેલુ અનાજ આપવામાં આવે છે અને ઉપર બેઠેલા કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટ અને નાલાયક લોકો અનાજ મોકલતા નથી. અનાજ પણ સમયસર આવતુ નથી.

શિક્ષકો જ દારૂ પીવે છે, જુગાર પણ રમે છે !

એક તરફ ભાજપ સરકાર પ્રવેશોત્સવ યોજી સરકારની સિધ્ધી લોકો સુધી પહોંચાડવા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના મનસુખ વસાવાએ સરકારી શિક્ષકોની પોલ ઉઘાડી પાડતા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એવો આક્ષેપ કર્યો હતો કે ,નર્મદા જીલ્લાના ૬૦-૭૦ સરકારી શાળાના શિક્ષકો દારુ પીએ છે. એટલું જ નહીં, જુગાર પણ રમે છે.
First published: September 15, 2018, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading