ભરૂચ : અમેરિકામાં તો લૂંટનાં ઇરાદે અનેક ગુજરાતીઓનાં મોત થયા છે. ત્યારે આવો જ એક કિસ્સો સાઉથ આફ્રિકામાં પણ સામે આવ્યો છે. ભરૂચનાં ભેંસલી ગામનાં યુવકની લૂંટનાં ઇરાદે સાઉથ આફ્રિકાનાં વેન્ડા શહેરમાં હત્યા થયાનાં સમાચાર મળી રહ્યાં છે. આ યુવક 12 વર્ષથી પોતાની પત્ની અને બાળકો સાથે ત્યાં રહેતો હતો. આ સમાચારને કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, ભરૂચનાં ભેંસલી ગામના વતની જાવેદ પટેલ શુક્રવારે નમાજ પઢીને ઘરે આવતા હતાં. તે દરમિયાન થોડા યુવકોએ લૂંટનાં ઇરાદે તેમની કારનો પીછો કર્યો હતો. થોડી જ વારમાં આ લોકોએ લૂંટનાં ઇરાદે 3થી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીછો કરનાર યુવકોએ જાવેદની કાર ઉભી રખાવી હતી. તેમનો ઇરાદો લૂંટનો હતો અને તેમણે ફાયરિંગ કર્યું હતું. જેમાં ગોળી વાગતા જાવેદનું મૃત્યું નીપજ્યું હતું.
આ પણ વાંચો : 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમે કહ્યું, 'સાબ, ફાંસીવાલી ગલતી હો ગઈ'
થોડા સમય પહેલા, અમેરિકામાં એક ગુજરાતીનું લૂંટનાં ઇરાદા હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. મહેસાણાનાં કડી તાલુકાનાં ભટાસણ ગામના 48 વર્ષનાં નવનીતભાઈ મણિભાઈ પટેલની હત્યા થઈ હતી. ઘણાં સમયથી તેઓ અમેરિકામાં રહેતા હતાં. તેઓ પત્ની તથા પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા. વોર્નર રોબિન્સ પોલીસ વિભાગ દ્વારા મીડિયાને આપેલી વિગતો પ્રમાણે, અમેરિકાના જ્યોર્જિયા ખાતે હત્યાનો બનાવ બન્યો હતો. મહત્વનું છે કે, એક મહિનામાં ભટાસણાનાં બીજા યુવાનની અમેરિકામાં હત્યા થઇ છે.
આ પણ વાંચો : અમદાવાદનાં વિદ્યાર્થીનું વડોદરાના રિસોર્ટમાં મોત, ચાલુ રાઈડમાં માથું બહાર કાઢતા ઈજા પહોંચી હતી
આ વીડિયો પણ જુઓ :