ગુજરાત સહિત દેશભરના 200 યુવાનો ફસાયા સાઉદી અરેબિયામાં, સરકાર પાસે માંગી મદદ
હાલ ગુજરાત સહિત દેશભરના 200 જેટલા યુવાનો સાઉદી અરેબિયાના તાબુકમાં ફસાયા છે.
News18 Gujarati
Updated: December 2, 2018, 12:21 PM IST
News18 Gujarati
Updated: December 2, 2018, 12:21 PM IST
સાઉદી અરેબિયામાં પહેલા પણ ગુજરાતી યુવકો રોજગારી મેળવવા ગયા અને ફસાયાના કિસ્સાઓ બન્યા છે. આવી જ રીતે હાલ ગુજરાતનાં 3 યુવાનો સહિત દેશભરના 200 જેટલા યુવાનો સાઉદી અરેબિયાના તાબુકમાં ફસાયા છે.
જંબુસરના નવીન માછીએ જણાવ્યુ કે તેને ભારત મોકલવામાં આવતો નથી અને છેલ્લાં આઠ મહિનાથી તેનો પગાર પણ કરવામાં આવ્યો નથી. તેમજ તેના મેડીકલ કાર્ડ, વિઝા પુરા થઇ જવાથી જે એન્ડ પી કંપનીમાં કે દેશ કોઇ જવાબદારી લેતુ નથી. તેની જેમ સમગ્ર સાઉદી અરેબિયામાં 4500થી વધારે લોકો અલગ અલગ કેમ્પોમાં ફસાયા છે. તેમણે ટ્વીટર મારફત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને મદદ માંગી હતી. જેથી ઇન્ડિયન એમ્બેસીમાં જાણ કરવામાં આવતા અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને મદદથી ખાતરી આપી છે. હજુ સુધી ફસાયેલા યુવકોને ભારત મોકલવા માટે કોઇ કાર્યવાહી થઇ શકી નથી..
ફસાયેલા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે કેમ્પમાં ફસાયેલા લોકોની સ્થિતિ એટલી કફોડી થઇ ગઇ છે. છતા કંપની તરફથી કોઇપણ જવાબ મળતો નથી અને પૈસા પણ ખૂંટી ગયા છે. ઘરે પરિવારજનો સાથે વાત કરવા મોબાઇલમાં બેલેન્સ પણ કરાવી શકતા નથી. ઇન્ડિયન એમ્બેસીમાં જાણ કરતાં એમ્બેસીમાથી અધિકારીઓ આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરના 200 યુવાનો ફસાયા સાઉદી અરેબિયામાં, સરકાર પાસે માંગી મદદમળતી માહિતી પ્રમાણે તાબુક સ્થિત કેમ્પમાં ગુજરાતના અન્ય માણસો અનુક્રમે લાલજી કાલીદાસ મિસ્ત્રી- ભરૂચ, કાંતિલાલ જીવણ- ભરૂચ, રમેશ મકન પટેલ- વલસાડ, અશોક ગોવિંદ મિસ્ત્રી- હાંસોટ, સતીષ કાંતિલાલ ખલાસી- ખંભાત, ચીમન પ્રભુ લાડ- નવસારી, નવનીત ખુશાલ લાડ- નવસારી, જીવણ દિયર લાડ- નવસારી, તૌફીક અમીરબેગ- બાલાસિનોર, મોહંમદ હુસેન શેખ- બાલાસિનોર, અબ્દુલ બસીલ મલેક- પેટલાદ, હિમેશ બાળુ ખલાસી- ખંભાત, જીજ્ઞોશ અરવિંદ ખલાસી- ખંભાત સહિત ભારતના કુલ 200 માણસો વર્ક પરમીટ તથા વિઝા પુરા થવાને કારણે ફસાયા છે.

Loading...