નેપાળ ફરીને આવેલા ભરૂચનાં પ્રવાસીઓની બસને સીધી લઇ જવાઇ હોસ્પિટલ, થયું પરીક્ષણ

નેપાળ ફરીને આવેલા ભરૂચનાં પ્રવાસીઓની બસને સીધી લઇ જવાઇ હોસ્પિટલ, થયું પરીક્ષણ
પ્રવાસીઓ ભરેલી બસને સીધી હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી.

કોરોના વાયરસ સામે તકેદારી દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે.

 • Share this:
  ભરૂચ : આખુ વિશ્વ જ્યારે કોરોના વાયરસનાં ચપેટમાં આવી ગયું છે ત્યારે ગુજરાતીઓ પણ ઘણાં જ જાગૃત દેખાઇ રહ્યાં છે. ભરૂચનાં વિવિધ ગામનાં લોકો નેપાળનાં પ્રવાસે ગયા હતા. તેઓ આજે રાજ્યમાં પાછા ફર્યા છે. ત્યારે તેમની આખેઆખી બસને સીધી જ સિવિલ હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. તેમા સવાર તમામ 45 યાત્રીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

  કોરોના વાયરસ સામે તકેદારી દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નેપાળ પ્રવાસ કરીને આવેલા 45 લોકોને તેમના ઘરે નહીં પરંતુ સીધા જ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જોકે, તમામ પ્રવાસીઓએ તંત્રને સહકાર આપીને પોતાની તપાસ કરાવી દીધી હતી.  પ્રવાસીઓ


  સુરતનો પણ તકેદારીનો કિસ્સો સામે આવ્યો

  આ સાથે સુરતમાંથી પણ તકેદારીનો એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ મહામારી વચ્ચે સુરતનાં પાંડેસરામાં રહેતા એક કપલે પોતાના લગ્ન મોકૂફ રાખીને જનજાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે. કપલે પોતાના લગ્નમાં થનારી ભીડને ટાળવા માટે 28 અને 29મી માર્ચે યોજનારા લગ્ન મોકૂફ રાખ્યા છે. પાંડેસરામા રહેતા લગ્નના બંધને બંધાવા જઈ રહેલા મહારાષ્ટ્રીયન ધીરજ સુરેશભાઈ સોનવને (ઉ.વ.આ.23) રહે નાગસેન નગર અને લક્ષ્મી સાહેબરાવ સોનવને(ઉ.વ.આ. 22)નાની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બન્નેના માર્ચની 28-29 તારીખના રોજ લગ્ન નક્કી થયા હતાં.

  આ પણ વાંચો - ઇમરજન્સી સિવાય બહાર નીકળવું જ નહીં, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે : વિજય રૂપાણી

  આજે રાજ્યમાં કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમા જણાવ્યું કે, ' ચારથી વધુ લોકો એકઠાં થશે તો કાયદાકીય કાર્યવાહી થશે. ગઈકાલે અતી ઉત્સાહના લીધે ખાડીયાના બનાવો સામે ગુના દાખલ કર્યા છે. આજે રાવલ શેરી, ભાવની પોળ, પરબડીની પોળના લોકો વિરુદ્ધ નામજોગ ગુના દાખલ કર્યા છે. લોકો લોકડાઉનમાં કામ સિવાય ન નીકળે. શહેરમાં ટોળું એકઠું ન થાય તેની વિનંતી છે.

  આ વીડિયો જુઓ 

   

   

   
  First published:March 23, 2020, 14:55 pm

  टॉप स्टोरीज