ભરૂચના માછીમારોએ ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓની ઉતારી આરતી

News18 Gujarati
Updated: June 17, 2019, 4:11 PM IST
ભરૂચના માછીમારોએ ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓની ઉતારી આરતી
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છૂટતા ભરૂચ નજીક નર્મદા નદી સુકી ભઠ્ઠ બની છે, જેને લઈ સ્થાનિક નેતાઓના વિરોધમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓની આરતી ઉતારવામાં આવી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છૂટતા ભરૂચ નજીક નર્મદા નદી સુકી ભઠ્ઠ બની છે, જેને લઈ સ્થાનિક નેતાઓના વિરોધમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓની આરતી ઉતારવામાં આવી

  • Share this:
ભરૂચ નજીક સુકી ભટ્ઠ બનેલી નર્મદા નદીને જીવંત કરવાની માંગ સાથે માછીમારો દ્વારા કલેકટર કચેરી ખાતે અનોખો વિરોધ નોધાવવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રનાં નેતાઓ નર્મદાનું પાણી તેમના વિસ્તાર સુધી પહોચાડવામાં સફળ રહેતા તેઓની આરતી કરવામાં આવી હતી, તો ભરૂચ અને નર્મદા જીલ્લાના નેતાઓનો વિરોધ નોધાવાયો હતો.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છૂટતા ભરૂચ નજીક નર્મદા નદી સુકી ભઠ્ઠ બની છે, જેના કારણે માછીમારોને ફટકો પડ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જીલ્લા માછીમાર સમાજની મહિલાઓ કલેકટર કચેરી ખાતે પહોચી હતી અને અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો.

મહિલાઓએ કલેકટર કચેરીમાં ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રનાં નેતાઓની આરતી ઉતારી હતી તો ભરૂચ અને નર્મદા જીલ્લાના નેતાઓ સામે ફિટકાર વરસાવ્યો હતો. માછીમાર સમાજનું કહેવું છે કે, ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રના નેતાઓ નર્મદા નદીનું પાણી તેઓના પ્રદેશ સુધી પહોચાડવા સફળ રહ્યા છે પરંતુ નર્મદા નદી જ્યાંથી પસાર થાય છે એવા ભરૂચ નર્મદા અને વડોદરા જીલ્લાના લોકોને જ પાણી નથી મળતું. આથી તેઓએ ભરૂચ અને નર્મદા જીલ્લાના સ્થાનિક નેતાઓની નિષ્ફળતા સામે ફીટકાર વરસાવ્યો હતો અને આ અંગે કલેકટરને રજૂઆત કરી નર્મદા નદીનું પુરતું પાણી છોડવાની માંગ કરી હતી

તો આ અંગે ભરૂચ કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ડર પુઅન અને અમાસની આગળ નર્મદા નદીમાં ૧૫૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે માછીસમાજે વધુ પાણી છોડવાની માંગ છે જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે

નર્મદા ડેમમાંથી નદીમાં પુરતા પ્રમાણમાં પાણી ન છૂટતા ભરતી સમયે સમુદ્રનું ખારું પાણી નદીને ભરખી રહ્યું છે ત્યારે માછી સમાજ દ્વારા ૬ હજાર કયુસેક પાણી છોડવાની માંગ છે ત્યારે નર્મદા નદીને જીવંત કરવા સરકાર આવનારા દિવસોમાં કેવા પગલાં ભરે છે એ જોવું રહ્યું.
First published: June 17, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading