ભરૂચ ડબલ મર્ડર હત્યાકાંડ-2015, આરોપીઓ સામે ચાર્જફ્રેમ દાખલ

News18 Gujarati
Updated: July 26, 2018, 4:58 PM IST
ભરૂચ ડબલ મર્ડર હત્યાકાંડ-2015, આરોપીઓ સામે ચાર્જફ્રેમ દાખલ
ફાઇલ તસવીર

  • Share this:
ભરૂચમાં 2015માં ચકચાર જગાવનાર ડબલ મર્ડર હત્યાકાંડમાં આરોપીઓ વિરદ્ધ આજે ચાર્જફ્રેમ દાખલ કરવામાં આવ્યો છે. 2015માં ભાજપના બે સ્થાનિક નેતા શિરીશ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસની તપાસ NIA કરી રહી છે. અમદાવાદની NIA કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. આ હત્યાકાંડમાં NIAએ 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની સામે 5000 પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં 200 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં NIA દ્વારા ડી કંપનીના 10 સભ્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ધરપકડ કરવામાં આવેલા સાત આરોપીઓનો પણ સમાવેશ થાય છે. આ હત્યાકાંડના તાર દાઉદ ઈબ્રાહીમ સાથે પણ જોડાયા હતા.

આ હત્યા માટે અંધારીઆલમ દ્વારા સોપારી અપાયાનો ઘટસ્ફોટ થયો હતો. જાવેદ ચીકનાએ સાઉથ આફ્રિકાથી શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી સહિત ભાજપના 4 નેતાની હત્યા માટે રૂ. 50 લાખની સોપારી આપી છે. જેના આધારે આ ઘટનાની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ માટે એનઆઈએને કેસ સોપાયો હતો.
First published: July 26, 2018, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading