કોઈએ હિંમત નથી કરી પણ ભરૂચ બીજેપી નેતાએ દારૂ ઢીંચી મોદીની મિમિક્રી કરતાં કહ્યું કે...!

બીજેપીના એક કાર્યકરે મોદીના વિદેશ પ્રવાસ અને બેંકો પાસેથી પૈસા લેવાની વાત કરીને ભાજપના નેતાઓના મોઢાં સીવી દીધા છે.

News18 Gujarati
Updated: December 6, 2018, 4:42 PM IST
કોઈએ હિંમત નથી કરી પણ ભરૂચ બીજેપી નેતાએ દારૂ ઢીંચી મોદીની મિમિક્રી કરતાં કહ્યું કે...!
વાયરલ થયેલા વીડિયોનો સ્ક્રિનશોટ
News18 Gujarati
Updated: December 6, 2018, 4:42 PM IST
ભરૂચઃ ભાજપના એક નેતા કે જેઓ ભરૂચ તાલુકાના ભાજપના પ્રમુખ છે, તેમણે તાજેતરમાં દારૂના નશામાં ડમડમ થઈને વડાપ્રધાન મોદીની એવી તો મિમિક્રી કરી કે ભાજપમાં જ સોપો પડી ગયો છે. ભાજપ પ્રમુખે મોદીની મિમિક્રી કરતાં કરતાં એવી વાત કહી દીધી જે કદાચ બીજેપીમાંથી આજ દિવસ સુધી કોઈએ કહેવાની હિંમત નથી કરી. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે આજકાલ સંબંધો વણસેલા છે તે વાત જગ જાહેર છે ત્યારે બીજેપીના એક કાર્યકરે મોદીના વિદેશ પ્રવાસ અને બેંકો પાસેથી પૈસા લેવાની વાત કરીને ભાજપના નેતાઓના મોઢાં સીવી દીધા છે.

જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમછેલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપના ભરૂચ તાલુકા પ્રમુખ તેમજ ભાજપના અન્ય કાર્યકરો નજરે પડી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તાલુકા પ્રમુખ દિવ્યજીતસિંહ રાજનો જન્મ દિવસ હતો. તેમની બર્થડે પાર્ટી નિમિત્તે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ જાહેર સ્થળ ઉપર દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા હતા. આ દરમિયાન દિવ્યજીતસિંહે મોદીની મિમિક્રી પણ કરી હતી.

મિમિક્રી કરતાં કરતાં બીજેપી તાલુકા પ્રમુખે શું કહ્યું?

આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બીજેપીના ધારાસભ્યની બર્થ-ડે પાર્ટી માટે મહેફિલ સજાવવામાં આવી છે. એક તરફ જામ પર જામ પીવામાં આવી રહ્યા છે. એવામાં જ કોઈ બીજેપી કાર્યકરે તાલુકા પ્રમુખને પાનો ચડાવતા મોદીની મિમિક્રી કરવાનું કહે છે. પછી શું? બીજેપી પ્રમુખે દારૂના નશામાં અંદર દબાવી રાખેલી જે વાત બહાર કાઢી કે વીડિયો વાયરલ થઈ ગયો. "કેટલો ખર્ચો છે મિત્રો...આ બર્થ ડે પ્રમુખ માટે છે...બીજા માટે નથી...(બાદમાં પ્રમુખ અપશબ્દો બોલે છે)."

આટલી મિમિક્રી પછી કોઈ બીજેપી કાર્યકર પ્રમુખને કહે છે આમાં કંઈ મજા ન આવી. રાજસ્થાનની ચૂંટણી છે એના પર કહો. બાદમાં પ્રમુખે મોદીની સ્ટાઇલમાં કહ્યું કે, "અરે એમપીમાં ચૂંટણી છે મિત્રો. આપણે પ્રમુખની જ્યારે બર્થ ડે ઉજવવાની હોય ત્યારે દિવ્યજીત અને જયેશભાઈ જ્યારે સંગઠનમાં વાત કરતા હોય, ત્યારે મને એવું લાગે કે ગુજરાતની ગાથા અને નરશી મહેતાની માઠા અને જ્યારે ઝવેરચંદ મેઘાણીનું જે ગુજરાત છે એ ગુજરાતની ગાથા બોલશે. ભારત માતા કી જય વંદે માતરમ અસ્તુ...હું કાલે નવ દિવસના વિદેશ પ્રધાને (પ્રવાસે) જાવ છું, કારણ કે મારે બેંકો પાસેથી રોકડી કરવાની છે."દારૂના નશામાં ટલ્લી હતા પ્રમુખ

વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે મોદીની મિમિક્રી કરી રહેલા પ્રમુખ દારૂના નશામાં હોવાથી સરખું બોલી પણ શકતા ન હતા. તેમની જીભ અનેક શબ્દો પર થોથવાતી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખના આવા બેજવાબદારી ભર્યા વર્તન તેમજ દારૂબંધીનાં લીરેલીરા ઉડાવવા બદલ કેવા પગલાં લેવામાં આવે છે એ તો આગામી સમય જ બતાવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી કોઈ પગલાં ભરે કે ન ભરે પરંતુ પોલીસે આ મામલે ગુનો દાખલ કરવાનું મન બનાવી લીધું છે.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर