Home /News /south-gujarat /

ભરૂચના એક મુસ્લિમભાઈની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ

ભરૂચના એક મુસ્લિમભાઈની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ

ભરૂચના એક મુસ્લિમભાઈની દ.આફ્રિકાના જનીન શહેરમાં હત્યા કરાઈ.

વિદેશમાં વસતા ભારતીય લોકો પર અવારનાવાર હુમલા થયા હોય છે.  અમેરિકા બાદ હવે દ. આફ્રિકામાં પણ  ભારતીયો  પર હુમલા વધ્યા છે. તાજેતરમાં  દક્ષિણ આફ્રિકામાં ભરૂચના એક મુસ્લિમભાઈની  હત્યાથી ચકચાર મચી જવા પામી છે. છેલ્લાં 20 વર્ષથી વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં સ્થાયી થયેલા સલિમભાઈ પટેલ બે દિવસ પૂર્વે લાપતા થયા બાદ તેમની કરપીણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલા ફેયાઝનગરના અને છેલ્લાં 20 વર્ષથી વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં સ્થાયી થયેલા સલિમભાઈ પટેલ ગઈ 27 ડિસેમ્બરે જનીન શહેરથી થોડે દૂર આવેલી તેમની દુકાન બંધ કરી તેમના નીગ્રો મિત્ર સાથે કારમાં ઘરે પરત જઈ રહ્યા હતા ,એ દરમિયાન તેઓ અધવચ્ચેથી જ રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન પહોંચતાં પરિવારજનોએ આફ્રિકન પોલીસને જાણ કરી હતી. પોલીસે સર્ચ-ઓપરેશન હાથ ધરતાં ઝાડી-ઝાંખરામાંથી 44 વર્ષીય સલિમભાઈ પટેલ અને તેમના નીગ્રો મિત્રની કરપીણ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગેની જાણ ભરૂચ ખાતે રહેતા તેઓના પરિવારજનોને થતાં તેઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સલિમભાઈ પટેલની ઘાતકી હત્યા કયાં કારણોસરથી કરવામાં આવી એ જાણવા મળી શક્યું નથી. વિદેશમાં ભારતીયો પર થતા હુમલા ચિંતાનો વિષય છે ત્યારે ભારતીઓને વિદેશમાં સુરક્ષા આપવા સરકાર પગલાં ભરે એવી માગ ઊઠી રહી છે.
First published:

Tags: Bharuch, Murdered, South africa, ગુનો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन