અંકલેશ્વર: 'કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,' બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો વાયરલ થયો

વીડિયો વાયરલ થયો.

શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા.

 • Share this:
  ભરૂચ: કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા. આ દરમિયાન ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાત (Suicide)નો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો. આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી.

  માનસિક તણાવમાં આવું પગલું ભર્યું

  આ અંગેનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હતું. 'કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી' એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.

  આ પણ વાંચો: જિંદગી હારીને પિન્કી દેવી બની પ્રધાન, પરિણામના ત્રણ દિવસ પહેલા મોત

  વીડિયો વાયરલ થયો

  આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.

  રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના કેસમાં ઘટાડો

  ગુજરાતના કોરોના વાયરસના કપરા સમય વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારે કોરોનાના 11,146 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 153 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર. 74.05 ટકા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોવિડ-19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

  આ પણ વાંચો: નંદીગ્રામમાં હાર પછી પણ શું મમતા બેનરજી મુખ્યમંત્રી બની રહેશે? જાણો શું કહે છે બંધારણ

  અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું. કુલ 1,24,31,368 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. રાજ્યમાં કોરોના દર્દીઓની વાત કરીએ તો હાલ 722 દર્દીઓ વેન્ટીલેટર ઉપર, 14,6096 દર્દીઓ સ્ટેબલ અને 4,40,276 ડીસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યારસુધી 7,508 દર્દીનાં મોત નીપજ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: