ભરૂચ : 'બચ્ચોં કા ઘર' અસુરક્ષિત, મૌલવીની કાળી કરતૂત, કિશોરી પર આચર્યું દુષ્કર્મ

ભરૂચ : 'બચ્ચોં કા ઘર' અસુરક્ષિત, મૌલવીની કાળી કરતૂત, કિશોરી પર આચર્યું દુષ્કર્મ
આમોદમાં 'બચ્ચોં કા ઘર' નામની મદરેસામાં કિશોરી ભણતી હતી.

આ કિશોરીનાં માતાપિતાએ આમોદ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ કરતા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે.

 • Share this:
  ભરૂચ : આમોદમાં 'બચ્ચોં કા ઘર' (Baccho ka ghar) નામની મદરેસાનાં (madrassa ) 68 વર્ષનાં મૌલવીએ 13 વર્ષની સગીરા (minor) સાથે દુષ્કર્મ (rape) આચર્યું છે. આ કિશોરીનાં માતાપિતાએ આમોદ પોલીસ મથકમાં (police station) આ અંગેની ફરિયાદ (fir) કરતા મૌલાનાની (maulvi) ધરપકડ કરવામાં આવી છે.

  કિશોરી માતા પિતા સાથે જતી રહી  આ અંગે મળતી માહિતી પ્રમાણે, આમોદનાં ચાર રસ્તા પાસે બચ્ચો કા ઘર નામની મદરેસા આવેલી છે. જેનાં 68 વર્ષનાં મૌલવી અબ્દુલ્લા બોરા બાળકોને ભણાવે છે. આ મૌલવી ત્યાં રહીને અભ્યાસ કરતી 13 વર્ષની સગીરાને બહાના બનાવીને એક દુકાનમાં બોલાવતો હતો. જ્યાં તેની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે કિશોરી ડરી ગઇ હતી અને માતા પિતા સાથે ઘરે જતી રહી હતી.

  આ પણ વાંચો : કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?

  દીકરીએ માતાને આ વાત કહી

  ઘરે ગયા બાદ માતાએ દીકરીની પૂછપરછ કરી હતી. જેમાં કિશોરીએ માતાને આ આખી વાત કહી હતી. કિશોરીએ માતાને જણાવ્યું હતું કે, મમ્મીનો ફોન આવ્યો છે તેવું કહીને મૌલવી અનેકવાર એક દુકાનમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જે સાંભળતા જ માતા અને પિતાએ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મૌલવીની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચો : ખેડા : યુવકે આપધાત પહેલા વીડિયો બનાવી કહ્યું, 'આ વ્યાજખોરોનાં ત્રાસથી અંતિમ પગલુ ભરૂં છું'

  સાત વર્ષની બાળા પર દુષ્કર્મ

  તાલાલાનો પરિવાર મોટી પુત્રીની નણંદની સગાઇમાં ગયો હતો. જ્યાં મોટી બહેનના કાકાજી સસરાએ બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું હતું. બાળાએ બહેનનાં કાકાજી સસરાએ કરેલા કૃત્યની અને પોતાને ગુપ્તભાગે અને પાછળના ભાગે દુ:ખાવો થતો હોવાનું કહેતાં માતાની ફરિયાદ કરી હતી. જે બાદ પરિવારે આ અંગેની પોલીસ મથકમાં ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરી હતી.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published:March 12, 2020, 11:29 am

  टॉप स्टोरीज