Home /News /south-gujarat /

ભરુચ: બેકાબૂ અજાણ્યા વાહનના ટક્કરથી કાર સવાર બે લોકોના મોત

ભરુચ: બેકાબૂ અજાણ્યા વાહનના ટક્કરથી કાર સવાર બે લોકોના મોત

કાર સવાર બે પુરુષોના ઘટના સ્થળે જ મોત નીપજયા છે.

અજાણ્યા વાહનની ટક્કરથી અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયો હતો.

    અંકલેશ્વર નજીથી પસાર થતા નેશનલ હાઈવે જાણે અકસ્માત ઝોન બની રહ્યો છે. હાઈવે ઉપરથી પસાર થતાં વાહનોની અડફેટે રોજ રોજ લોકો આવી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં હાઈવે ઉપર અજાણ્યા વાહને એક કારને ટક્કર મારી હતી જેમા બે લોકોના મોત નિપજ્યા છે.

    ભરૂચના અકલેશ્વર નજીક રસ્તા પર પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે માર્ગ પરથી પસાર થતી કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર સવાર બે પુરુષોના ઘટના સ્થળે જ મોત નીપજયા છે. આ અકસ્માતને પગલે આસપાસના લોકો અને પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતા જ શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હાઈવે ઉપર આવેલી હોટલ નર્મદા ગેટ પાસે હાઈવે ક્રોસ કરી રહેલાં પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પણ હાઈવે ઉપર આવેલી હોટલ નર્મદા ગેટ પાસેથી પિતા-પુત્ર કોઈ કામ અર્થે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે બન્નેને અડફેટે લીધા હતા.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bharuch, Car due, Two people died, Vehicle, અકસ્માત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन