ભરૂચઃ દ.આફ્રિકામાં અકસ્માત, ભરૂચનના યુવાનનું થયું મોત

News18 Gujarati
Updated: January 31, 2018, 1:38 PM IST
ભરૂચઃ દ.આફ્રિકામાં અકસ્માત, ભરૂચનના યુવાનનું થયું મોત
ભરૂચઃ દ.આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના મનુબર ગામના યુવાનનું ઘટનાસ્થળે મોત.

  • Share this:
ભરૂચઃ દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના યુવાનનું મોતના સમાચાર મળ્યા છે. ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભરૂચના મનુબર ગામના યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.

મળતી વધુ માહિતી મુજબ, ભરૂચના મનુબર ગામનો યુવાન દક્ષિણ આફ્રિકામાં આજે સવારે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે ગંભીર અકસ્માત નડ્યો છે. ટ્રેલર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આખી કારનો ડૂચો વળી ગયો હતો. દક્ષિણ આફ્રિકાની પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી પરિવારને જાણ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: January 30, 2018, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading