Home /News /south-gujarat /

ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનારને ફાંસીની સજા

ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનારને ફાંસીની સજા

    ભરૂચ જીલ્લામાં 4 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનારને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્દા ગામમાં આજથી 2 વર્ષ પહેલા આ અમાનવીય ગુનો આચરનારને ભરૂચ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

    મળતી માહિતી મુજબ, 2016માં 4 વર્ષના બાળક સાથે જંબુસરના પીલુદ્દા ગામમાં એક હવસખોરે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, ત્યારબાદ તે કોઈને કહી ન દે માટે તેની હત્યા કરી દીધી હતી. આ ગુનામાં આજે ભરૂચ પોક્સો કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં ગુનેગાર શંભુ પઢીયાર નામના હવસખોરને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પોક્સો જજ એચ.એ.દવેએ આ મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે.

    શું હતો મામલો
    2016માં જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં રહેતા પ્રવીણગીરી પૂનમગીરી ગોસાઈના ચાર વર્ષના પુત્રની હત્યા કરાયેલી લાશ મળી હતી. ચાર વર્ષના રોહિતને ગામનો જ શંભુ રાયસિંહ પઢીયાર આઈસક્રીમ ખવડાવવાના બહાને ઘરેથી લઈ ગયો હતો.

    જો કે રોહીત મોડે સુધી ઘરે નહીં આવતાં પરીવારજનોએ રોહિતની શોધખોળ કરી હતી. બાળકને શોધવા ગામના લોકો પણ જોડાયા હતા. લોકોએ શંભુના ઘરની નજીક તપાસ કરતાં તળાવ પાસે ઝાડીમાંથી રોહીતનો મૃતદેહ મળ્યો હતો.

    રોહિતના શરીર પર બચકા ભર્યાના નિશાન ઉપરાંત તીક્ષ્ણ હથિયારના ઘા દેખાયા હતા. લોકોએ શંભુની તપાસ કરતાં તે ગામમાં દેખાયો ન હતો. જેથી તેણે બાળકની હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બાળકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Bharuch, Capital punishment

    આગામી સમાચાર