Home /News /south-gujarat /

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, એક દિવસ પહેલા થયો હતો ગુમ

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, એક દિવસ પહેલા થયો હતો ગુમ

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

ભરુચના મનુબર ગામના યુવાન સાજીદ કેસવાણવાલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

    દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોની હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતા નથી. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. ભરુચના મનુબર ગામના યુવાન સાજીદ કેસવાણવાલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

    સાજીદ એક દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારે બીજા દિવસે હત્યા કરાયેલ સાજીદનો મૃતદેહ મળી આવ્યો છે. જોહાનિસબર્ગ થી 75 km દૂર ફોકવીલ ગામની આ ઘટના છે.

    દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા અંકલેશ્વરના રવિન્દ્રા ગામના યુવાનની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવક સાજીદ સીદાતની પણ હત્યા કરવામાં આવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujarati Murder in South Africa, Sajid Keshavanwala, South africa, ગુજરાતી, ભરુચ, મનુબર, સાજીદ કેસવાણવાલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन