અંકલેશ્વર : બોયફ્રેન્ડને મળવા ગયા બાદ નર્સનું રહસ્યમય સંજોગોમાં મોત

અંકલેશ્વર : બોયફ્રેન્ડને મળવા ગયા બાદ નર્સનું રહસ્યમય સંજોગોમાં મોત
થેરેપિસ્ટ થી સેશન કેટલીક વાર મહિલાઓ પતિ સાથે પોતાના સંબંધ બગડવા પર કે બાળકોથી જોડાયેલી સમસ્યાને લઇને જ્યારે મુશ્કેલીમાં હોય છે તો થેરેપીસ્ટ પાસે સેશન લે છે. તેવામાં તેને એવું લાગે છે કે તેનો પતિ તેની વાત નહીં સમજે, કે પછી આ વાતને ખોટો ખર્ચો સમજશે. અને આજ કારણે તે આ વાત પતિથી છુપાવે છે. અને પતિને ખબર પણ નથી પડતી કે પીઠ પાછળ તેની પત્ની કોને મળી રહી છે.

પરિવારનાં જણાવ્યાં પ્રમાણે કૃપાલીને પથરીની સમસ્યા હતી. જેના કારણે તે અંકલેશ્વર ગઇ તે દિવસ સવારથી જ પીડાતી હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતી : અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં પોતાનાં પુરુષ મિત્રને મળવા ગયેલી નર્સનું ઉલ્ટી થયા બાદ મોત નીપજતા ચકચાર મચી ગઇ છે. હાલ યુવતીનું મોત કયા કારણોસર થયું તેની કોઇ જાણ થઇ નથી. બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં સોની ફળિયા હિંદુ મિલન મંદિર પાસે રહેતી 21 વર્ષની કૃપાલી પંચાલ ખાનગી હૉસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. શુક્રવારે તે અંકલેશ્વર તેના મિત્રને મળવા ગઇ હતી. જ્યાં તેની ઉલ્ટી થયા બાદ તબિયત લથડી હતી. જેથી તેનો મિત્ર સારવાર માટે સુરતની ખાનગી હૉસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તેને સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.  અચાનક થયેલા મૃત્યુંને કારણે મૃતકનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતક કૃપાલીનાં મોતનાં સાચા કારણની હાલ જાણ થઇ નથી. આ અંગે ડૉક્ટરોનાં જણાવ્યાં પ્રમાણે મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ તેના મોતનું કારણ સામે આવશે.

  આ પણ વાંચો : અમદાવાદ : અકસ્માત બાદ ઓપરેશનમાં યુવાનનું મોત, પરિવારે ડૉક્ટરો પર આક્ષેપ કર્યો

  પરિવારનાં જણાવ્યાં પ્રમાણે કૃપાલીને પથરીની સમસ્યા હતી. જેના કારણે તે અંકલેશ્વર ગઇ તે દિવસ સવારથી જ પીડાતી હતી. તેની તબિયત સવારથી જ સારી ન હતી. હાલ તબીબોએ કૃપાલીનાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:News18 Gujarati
  First published:November 10, 2019, 09:47 IST

  ટૉપ ન્યૂઝ