અંકલેશ્વરઃ પર પ્રાંતિય યુવકને ઢોર માર મારતો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: January 16, 2018, 5:35 PM IST
અંકલેશ્વરઃ પર પ્રાંતિય યુવકને ઢોર માર મારતો વીડિયો વાયરલ
પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

કોઈ લાકડી, કોઈ ડંડા તો કોઈ હાથથી યુવકને ફટકારી રહ્યું છે.

  • Share this:
અંકલેશ્વરમાં તકરારમાં ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

વાયરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે અંકલેશ્વર શહેરની મધ્યમાં ટોળાએ એક યુવાનને ઢોર માર માર્યો હતો. કોઈ લાકડી, કોઈ ડંડા તો કોઈ હાથથી યુવકને ફટકારી રહ્યું છે. કહેવાય છે કે યુવકે મહિલાને દારૂના અડ્ડાની માહિતી પૂછતા તેને માર પડ્યો હતો.

પોલીસ પાસે આ ઘટનાની ક્લિપિંગ પહોંચતા અજાણ્યા લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સોમવારે સાંજે અંકલેશ્વરના સ્ટેશન રોડ વિસ્તારમાં પરપ્રાંતિય યુવાનને ટોળું માર મારી રહ્યું હોવાની માહિતી મળતા શહેર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને ઇજાગ્રસ્ત હાલતમાં મિથુન પટેલ નામનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે 108ની મદદથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મોડી રાતે ભાનમાં આવ્યા બાદ યુવાને દારૂની શોધમાં મહિલા સાથે પૂછપરછ દરમિયાન મામલો બિચકતા હુમલો થયાનું જણાવ્યું હતું.

ભાનમાં આવેલા ઇજાગ્રસ્તના નિવેદન બાદ પોલીસે અજાણ્ય શખ્સોના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરી વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મામલો ગેર-સમજણનો હતો કે કે પછી બે નંબરી વેપલો જાહેર થવાના ડરમાં કરાયેલો હુમલો હતો તે બહાર આવવું જરૂરી છે. પોલીસ હવે વાયરલ વીડિયોના આધારે આરોપીઓ અને હુમલા પાછળના કારણના મૂળ સુધી પહોંચે છે કે પછી આ કેસ પણ અભેરાઇએ ચડી જાય છે તે જોવાનું રહ્યું.
First published: January 16, 2018
વધુ વાંચો
अगली ख़बर