અંકલેશ્વર: મહિલાએ અપહરણ બાદ કરી બાળકની હત્યા, ફૂટ્યો ભાંડો

News18 Gujarati
Updated: March 21, 2018, 10:14 AM IST
અંકલેશ્વર: મહિલાએ અપહરણ બાદ કરી બાળકની હત્યા, ફૂટ્યો ભાંડો
અપહ્ત બાળકનું નામ મોહિત હતું. અને આરોપી મહિલાનું નામ રશિદા મુંશી છે

અપહ્ત બાળકનું નામ મોહિત હતું. અને આરોપી મહિલાનું નામ રશિદા મુંશી છે

  • Share this:
અંક્લેશ્વર: શહેરમાં એક પાગલ મહિલાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ મહિલાએ 6 વર્ષનાં બાળકનું અપહરણ કર્યુ હતું. આ અપહ્ત બાળકનું નામ
મોહિત હતું. અને આરોપી મહિલાનું નામ રશિદામુંશી છે. તેણે મોહિતનું અપહરણ કરી તેને છ મહિના સુધી ગોધી રાખ્યો હતો. પણ મોહિત પાસવાન
નામનો આ બાળક શનકી મહિલાનાં ચુંગલમાંથી છુટીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

તે ભાગી જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અને મહિલાએ આ પહેલાં પણ વધુ એક બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું હતું.

શનકી મહિલાએ વીકી નામનાં બાળકનું અપહરણ માર્ચ 2017માં કર્યુ હોવાનું તેણે કબુલ્યું છે. વીકીને આ મહિલાએ છ મહિના સુધી કેદમાં રાખ્યો બાદમાં
તેની હત્યા કરી લાશ ઘરનાં જ વાડામાં દાટી દીધી હતી. આ આરોપી મહિલાનું નામ રશિદામુંશી છે. આ બાળકનું કંકાલ આજે શોધી કઢાયું હતું.આ વિશે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે જી અમીનનું કહેવું છે કે, માતૃત્વનાં મોહમાં રશિદાપાગલ થઇ ગઇ છે. અને તેણે એક બાળકનું
અપહરણ કરીને તેનો જીવ લઇ લીધો છે. જ્યારે એક બાળકનું અપહરણ કર્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

મોહિત અપહ્ત બાળક


મોહિતનાં પિતા


મોહિતને માર્યો હતો માર


આરોપી મહિલા રશિદા મુંશી


 

 
First published: March 20, 2018, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading