Home /News /south-gujarat /

અંકલેશ્વર : લોક ડાયરામાં ફાયરિંગનો Viral Video, યુવકે બંદૂક કાઢી હવામાં ભડાકા કર્યા

અંકલેશ્વર : લોક ડાયરામાં ફાયરિંગનો Viral Video, યુવકે બંદૂક કાઢી હવામાં ભડાકા કર્યા

કાપોદ્રામાં યોજાયેલા લોકડાયરામાં ભ઼ડાકા

Lokdayro Firing: અંકલેશ્વર નજીક કાપોદ્રામાં યોજાયેલા ડાયરામાં યુવકે ફાયરિંગ કર્યુ. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    Lokdayro Firing Video: લોક ડાયરા સંસ્કૃતિના ગુણગાન અને પરંપરાની મહિમાઓની ગાથા વર્ણવે છે. આપણા સમાજમાં સામાજિક, ધાર્મિક સહિતના પ્રસંગોએ લોક ડાયરાનું આયોજન થતું હોય છે પરંતુ આ લોક ડાયરાનો વાયરલ વીડિયો (Viral Video of LokDayro) જોઈને તમે કહેશો કે આ લોક ડાયરો છે કે 'શક્તિ પ્રદર્શન.' અંકલેશ્વરના પાનોલીમાં (Ankleshwar Panoli Lokdayro) ગઈકાલે યોજાયેલા ડાયરાનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ લોકડાયરામાં શોર્યગીતોથી એક યુવક એટલો જનૂનમાં આવી ગયો કે ઘોર કરવાના બદલે તેણે પોતાની પાસે રહેલી બંદૂક કાઢી અને હવામાં ભડાકા કર્યા. ફાયરિંગના આ ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે (Ankleshwar Lokdayro Firing Video)

    બનાવની વિગતો એવી છે કે અંકલેશ્વરના પાનોલીના કાપોદ્રામાં લોકડાયરો યોજાયો હતો. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે રક્તદાન સહિતના સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજાયા હતા. રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા હત્યા કેસ બાદ અન્ય માતાપિતા જાગ્યા, રત્નકલાકારની દીકરી સાથે બળજબરી કરનાર યુવક ઝડપાયો

    લોકડાયરામાં રાજ્યના ખ્યાતનામ કલાકાર કિર્તીદાન સહિતના કલાકારોએ સંતવાણીના સૂરો લહેરાવ્યા હતા. આ જ કાર્યક્રમમાં અગાઉ ભાજપ અધ્યક્ષ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. જોકે, આ ડાયરામાં આવેલા આ એક યુવકે ફાયરિંગ કરતા કાર્યક્રમના સદ્ઉદેશ્ય માથે પાણી ફેરવાઈ ગયું છે.



    પોલીસે તપાસ શરૂ કરી

    આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી અને ગ્રામ્ય પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી છે અને તેની સામે પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. યુવક પાસે જે ગન હતી તે લાયસન્સવાળી હતી કે કેમ તે પણ એક પ્રશ્ન ઉદભવ્યો છે.

    આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યો છે, મિત્રો સાથે કર્યો હતો કાંડ

    ફાયરિંગ કર્યુ બાદમાં ગનમાંથી ધુમાડાનો નીકળ્યો

    યુવકે ફાયરિંગ કર્યુ બાદમાં ગનમાંથી ધુમાડો નીકળ્યો એટલે આ બંદૂક એરગન હોવાની શક્યતાઓ બિલકુલ નથી. દરમિયાન ગન લાયસન્સવાળી હોય તો પણ આ પ્રકારે આવા સદ્દઉદેશ્યથી યોજાયેલા કાર્યક્રમમાં ભડાકા કરવા કાયદાની પરિભાષામાં ગુનો બને છે. પોલીસ આ યુવકને શોધીને તેની સામે શું કાર્યવાહી કરે છે તે જોવું જ રહ્યું
    Published by:Jay Mishra
    First published:

    Tags: અંકલેશ્વર, ગુજરાતી સમાચાર, ડાયરો, ફાયરિંગ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन