Home /News /south-gujarat /

અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિયો પર હુમલાની કોઈ વાત નથી કરી: અહેમદ પટેલ

અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિયો પર હુમલાની કોઈ વાત નથી કરી: અહેમદ પટેલ

અહેમદ પટેલ (ફાઇલ તસવીર)

"કોંગ્રેસને આવું કરીને શું ફાયદો છે? પરંતુ જે લોકો આવા આક્ષેપ લગાવી રહ્યા છે તેઓ કોઈ રાજકીય ફાયદો ઉઠાવવા માટે તો આવું નથી કરી રહ્યાને તેની શંકા ઉભી થાય છે."

    ભરૂચઃ પરપ્રાંતિયો પર હુમલા અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહે કરેલા આક્ષેપ અંગે જવાબ આપતા કોંગ્રેસના પીઢ નેતા તેમજ ખજાનચી અહેમદ પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભરૂચ ખાતે યોજાયેલી બે દિવસની કોંગ્રેસ ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે તેઓ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે.

    અહેમદ પટેલે જણાવ્યું કે, "પરપ્રાંતિયો પર હુમલા અંગે કોંગ્રેસ પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. કોંગ્રેસને આવું કરીને શું ફાયદો છે? પરંતુ જે લોકો આવા આક્ષેપ લગાવી રહ્યા છે તેઓ કોઈ રાજકીય ફાયદો ઉઠાવવા માટે તો આવું નથી કરી રહ્યાને તેની શંકા ઉભી થાય છે. અમને એવી શંકા પડી રહી છે કે શું આની પાછળ કોઈ ષડયંત્ર તો નથી ને?"

    અલ્પેશ ઠાકોર નિર્દોષ

    જેડીયુના નેતા કે.સી.ત્યાગીએ પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ધરપકડ કરવાની માંગણી કરી હોવા અંગે અહેમદ પટેલે કહ્યું કે, "અલ્પેશ ઠાકોરે દોષિતો સામે પગલાં લેવાની વાત કરી છે. યુપી કે બિહારના લોકોને ટાર્ગેટ બનાવીને તેમના પર હુમલો કરવાની તેમણે કોઈ જ વાત નથી કરી. તેમના પર લાગેલા આરોપ ખોટા છે."

    દહેજની કંપનીમાંથી સ્થાનિકોને હાંકી કાઢવામાં આવી રહ્યાના સવાલ પર અહેમદ પટેલે કહ્યુ કે, આ ખરેખરે ખોટું છે. કોંગ્રેસ હોય કે ભાજપ, સ્થાનિક લોકોને રોજગારી આપવી એ કોઈ પણ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.

    અલ્પેશને બદનામ કરવાનો પ્રયાસઃ શક્તિસિંહ ગોહિલ

    કોંગ્રેસના નેતા તેમજ બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોર પર લગાવવામાં આવેલા આક્ષેપ અંગે કહ્યું કે, "અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હુમલો કરનારા લોકો ઠાકોર સેના સાથે જોડાયેલા નથી." સાથે જ તેમણે રૂપાણી સરકાર પર અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahemad patel, Thakor sena, Treasurer, અલ્પેશ ઠાકોર, ઉત્તર ગુજરાત, કોંગ્રેસ, બિહાર, યૂપી, હુમલો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन