Home /News /south-gujarat /

ભરૂચમાં લગ્ન પહેલા વર-વહુએ સાથે આવી કર્યું વોટીંગ

ભરૂચમાં લગ્ન પહેલા વર-વહુએ સાથે આવી કર્યું વોટીંગ

આજે ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે આજે શનિવારે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આજની તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના 12 અને દક્ષિણ ગુજરાતના 07 જિલ્લાની અનુક્રમે ચૂંટણી લડાશે. ત્યારે વિવિધ જગ્યાએ લોકો સવારથી જ મતદાન કરવા આવી રહ્યાં છે.

આજે ભરૂચના બહુમાળી બિલ્ડીંગમાં જેમના લગ્ન છે તેવા વર-વહુએ પણ મતદાન કરતાં આ વિસ્તારમાં કુતુહલનું કેન્દ્ર બન્યાં હતાં.

નોંધનીય છે કે આજે પ્રથમ તબક્કાના કુલ 977 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસનું ભાવિ 2 કરોડ 12 લાખ 31652 મતદારોનાં હાથમાં રહેશે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી વિજય રૃપાણી રાજકોટ (પશ્ચિમ) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડી રહ્યા છે. આ જ રીતે કોંગ્રેસનાં બીજા બે દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ કચ્છનાં માંડવીથી અને અર્જુન મોઢવાડીયા પોરબંદરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા મતદાન બુથો પર અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરાયા છે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે 14મી ડીસેમ્બરે મતદાન થશે.
First published:

Tags: Assembly election 2017, Bharuch, Gujarat Election 2017

આગામી સમાચાર