Big Breaking: ભરૂચમાં 4.3 તિવ્રતાનો ભૂકંપ, નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે કેન્દ્રબિન્દુ નોંધાયું

Big Breaking: ભરૂચમાં 4.3 તિવ્રતાનો ભૂકંપ, નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે કેન્દ્રબિન્દુ નોંધાયું
ઘરની બહાર દોડી આવેલા લોકોની તસવીર

ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું છે. ભરૂચની ધરાધ્રૂજવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

  • Share this:
    ભરૂચઃ દક્ષિણ ગુજરાતની ધરતી એકવાર ફરી ધ્રૂજી છે. દક્ષિણ ગુજરાતના (Sout Gujarat) ભરૂચ જિલ્લામાં શનિવારે બપોરના સમયે ભૂકંપના આંચકા (Earthquake tremors) અનુભવાયા હતા. ભરૂચમાં 4.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

    ભૂંકડા આચકાના કારણે લોકોનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આંચકો આશરે 2થી 3 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.



    વધુ મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું છે. ભરૂચની ધરાધ્રૂજવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

    આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

    આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ karwa chauth બાદ ફરવા ગયો પરિવાર, Selfie લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

    આ પણ વાંચોઃ-યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે', મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, વીડિયો વાયરલ થયો

    વધુ મળતી માહિતી પ્રમાણે ભરૂચ પંથકમાં વાલિયામાં બપોરે 3.40 કલાકે આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત બારડોલી, રાજપારડી, ડેડિયાપાડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અડાજણ વિસ્તારમાં અને ગોપીપુરામાં પણ બપોરે 3.40 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.



    સુત્રોના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા આવ્યા બાદ હજી સુધી કોઈ જાનહાની થઈ હોવાના કોઈ સમાચાર મળ્યા નથી.
    Published by:ankit patel
    First published:November 07, 2020, 16:22 pm

    ટૉપ ન્યૂઝ