અંકલેશ્વરઃ પરિવારને બેભાન કરી ચલાવી રૂ.3.5 કરોડની લૂંટ, લૂંટારુઓ CCTVમાં કેદ

News18 Gujarati
Updated: April 28, 2018, 4:13 PM IST
અંકલેશ્વરઃ પરિવારને બેભાન કરી ચલાવી રૂ.3.5 કરોડની લૂંટ, લૂંટારુઓ CCTVમાં કેદ
અંકલેશ્વર જીઆઈડીસીની ગુરુકૃપા સોસાયટીના એક મકાનમાં પરિવારને કેફી દ્રવ્ય સૂંઘડ્યા બાદ બંધક બનાવી 4 લૂંટારુઓએ રૂપિયા સાડા ત્રણ કરોડની લૂંટ ચલાવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીની ગુરુકૃપા સોસાયટીના એક મકાનમાં પરિવારને કેફી દ્રવ્ય સૂંઘડ્યા બાદ બંધક બનાવી 4 લૂંટારુઓએ રૂપિયા સાડા ત્રણ કરોડની લૂંટ ચલાવી હતી.

  • Share this:
અંકલેશ્વર જીઆઈડીસીની ગુરુકૃપા સોસાયટીના એક મકાનમાં પરિવારને કેફી દ્રવ્ય સૂંઘડ્યા બાદ બંધક બનાવી 4 લૂંટારુઓએ રૂપિયા સાડા ત્રણ કરોડની લૂંટ ચલાવી હતી. જોકે, લૂંટારુઓ સામેના મકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં રૂપિયા સાડા ત્રણ કરોડની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જીઆઈડીસીની જલધારા ચોકડી નજીક આવેલ ગૃરુકૃપા સોસાયટીમાં રહેતા અને જમીન લે વેચ તેમજ કેમિકલ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઈ રાદરિયા ગત રાત્રીના તેમના પત્ની શીતલ અને નવ વર્ષીય પુત્ર નિલ સાથે ઘરમાં સુતા હતા. એ દરમિયાન લૂંટારુઓ તેમના મકાનમાં ત્રાટકી મનસુખભાઇ અને તેમની પત્નીને કેફી દ્રવ્ય સુંઘાડી બંધક બનાવ્યા હતા. અને મકાનમાં બેગમાં રહેલા રૂપિયા સાડા ત્રણ કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.સીસીટીવીમાં લૂંટારા થયા કેદ

આ બાદ તેઓએ બુમાબુમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા સામેના ઘરની બહાર લાગેલ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં 4 જેટલા લૂંટારોએ આવતા અને જતા કેદ થઈ ગયા હતા.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે.

પરિવારને બેભાન કરી બંધક બનાવી ચલાવી કરોડોની લૂંટ

જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ધુળિયાના જણાવ્યા પ્રમાણે ગુરુવાર રાત્રીના 12.30ની આસપાસ મનસુખ રાદરિયા ઘરે સુતા હતા એ દરમિયાન ગાડીમાં 4 ઈસમ આવેલા અને બેભાન થાય એ પ્રકારનું કેમિકલ સૂંઘાડી બંધક બનાવ્યા હતા. એમના ઘરમાં રહેલા કુલ 3.5 કરોડ રૂપિયાની લૂંટ કરી લઇ ગયા છે. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

મકાન માલિક પાસે રૂ.3.5 કરોડ આવ્યા ક્યાંથી ?

મકાન માલિક અને તેમના પત્નીને કેફી દ્રવ્યની અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે તેઓએ ઘટના અંગે કેમેરા સામે કઈ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. અત્રે મહત્વપૂર્ણ છે કે મકાન માલિક પાસે 3.5 કરોડ જેટલી મોટી રકમ આવી ક્યાંથી એ એક તપાસનો વિષય છે ઉપરાંત બંને ઘરમાં દરવાજો ખુલ્લો રાખી સુતા હતા ત્યારે મકાન માલિકની થિયરી સામે પણ પોલીસને શંકા છે ત્યારે આ મામલામાં નવો ખુલાસો શું થાય છે એ જોવુ રહ્યું.
First published: April 28, 2018, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading