આ સંતના કારણે કૃષ્ણ સાથે પત્ની રૂકમણીની જગ્યાએ પ્રેમિકા રાધાની થાય છે પૂજા

આ સંતના કારણે ગીતા ગોવિંદમાં રાધા અને કૃષ્ણના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ સંતના કારણે ગીતા ગોવિંદમાં રાધા અને કૃષ્ણના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે.

 • Share this:
  આ સંતના કારણે ગીતા ગોવિંદમાં રાધા અને કૃષ્ણના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીથી જ તેમના મંદિરમાં પૂજા-અર્ચના શરૂ થઈ. જોકે, જયદેવથી પહેલા પણ બ્રહ્મવૈવર્ત પુરાણ અને પહ્મ પુરાણમાં રાધા અને કૃષ્મના પ્રેમનો ઉલ્લેખ મળે છે. આનાથી પહેલા એકલા કૃષ્ણની પૂજા થતી અથવા તેમના ભાઈ અથવા તેમની પત્ની સાથે થતી હતી.

  કેટલાક આદિકાલીન મંદિરોમાં આજે પણ કૃષ્મ પોતાની પત્નીઓ સત્યભામા અથવા રૂકમણી સાથે સ્થાપિત છે. તે ઉપરાંત ઓડિસ્સાના પુરી મંદિરમાં તેમનું જગન્નાથ રૂપ સ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યાં તેમની મૂર્તિ સાથે તેમની બેન સુભદ્રા અને ભાઈલ બલભદ્રની મૂર્તિઓ સ્થાપિત છે. 12મી સદીમાં એક આંદોલનના રૂપમાં નિબાર્ક સંપ્રદાયએ શ્રીકૃષ્મ અને રાધાની પૂજા શરૂ કરી અને આનો પ્રચરા-પ્રસાર પણ કર્યો. જે પછી ખુબ જ ઝડપી ઉત્તર ભારતમાં રાધા અને કૃષ્ણના મંદિર સ્થાપિત થવા લાગ્યા અને તેમની પૂજા થવાની શરૂ થઈ ગઈ.

  નિમ્બાર્ક સંપ્રદાય રાધાને માને છે અને અલૌકિક શક્તિ

  કોઈ વ્યક્તિ અથવા દેવતાના રૂપમાં રાધાને માનવાની જગ્યાએ નિમ્બાર્ક સંપ્રદાય માને છે કે, રાધા શબ્દ આરાધના પરથી આવ્યો છે. જેનો અર્થ હોય છે પૂજા કરવી. એટલે શ્રીકૃષ્ણની સૌથી વધારે પૂજા કરનાર રાધા છે. સાથે જ આ સંપ્રદાય શ્રીકૃષ્ણની શક્તિના રૂપમાં પણ રાધાને માને છે. હિન્દુ ધર્મમાં પુરૂષ દેવતાની શક્તિના રૂપમાં કેટલીક દેવીઓની પૂજા થાય છે. આવા દેવીય જોડાઓમાં શંકર-પાર્વતી, રામ-સીતા અને લક્ષ્મી-વિષ્ણુ વગરે મુખ્ય છે. આ સંપ્રદાયના જ નિમ્બાર્કાચાર્યે આ આરાધના પદ્ધતિ હેઠળ રાધા અને કૃષ્ણની પૂજાનો રિવાજ શરૂ કર્યો હતો. જે આગળ ચાલીને આખા ભારતમાં ફેલાઈ ગયો.

  તે ઉપરાંત શ્રીકૃષ્ણ અને રાધાની એકસાથે પૂજા કરનાર સંપ્રદાયોમાં ભાગવાત સંપ્રદાય, ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાય વગેરે મુખ્ય છે.

  રૂક્મણી સાથે પણ છે શ્રીકૃષ્ણના મંદિર

  આમ તો દુનિયાભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિર છે. આમાંથી મોટાભાગના મંદિરોમાં તેમની સાથે રાધાની પૂજા થાય છે. જોકે, કેટલાક મંદિરોમાં ભગવાનના મોટા ભાઈ બલરામની સાથે પણ છે. 16,108 પત્નીઓ હોવા છતાં ભગવાન કૃષ્ણના તેમની પત્નાઓ સાથે ખુબ જ ઓછા મંદિર છે, પરંતુ મહારાષ્ટ્રમાં પુણેથી લગભગ 200 કિમી દૂર એક ગામ છે, જ્યાં શ્રીકૃષ્ણનું તેમની પત્ની રૂકમણી સાથેનું મંદિર છે. આની અપાર માન્યતા પણ છે. આ કારણે હજારો ભક્ત આ મંદિરમાં આવે છે.

  આ છે દેશની સૌથી જાણીતી 8 કૃષ્ણ મંદિર
  1. શ્રીકૃષ્ણન જન્મભૂમિ (મથૂરા)
  2. પ્રેમ મંદિર (વૃંદવન)
  3. ગોવિંદ દેવ મંદિર (જયપુર)
  4. જગન્નાથ મંદિર (પુરી)
  5. બાંખી બિહાર મંદિર (વૃંદવન)
  6. ઉડુપી શ્રીકૃષ્ણ મંદિર (કર્ણાટક)
  7. દ્વારકાધીશ મંદિર (ગુજરાત)
  8. શ્રીનથજી શ્રીકૃષ્ણ મંદિર (રાજસ્થાન)
  First published: