સુખ-સફળતા-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા વિષ્ણુસહસ્રનામનું રોજ સ્મરણ કરો, જાણો ત્રીજા નામનો મહિમા

News18 Gujarati
Updated: December 1, 2019, 3:47 PM IST
સુખ-સફળતા-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા વિષ્ણુસહસ્રનામનું રોજ સ્મરણ કરો, જાણો ત્રીજા નામનો મહિમા
ॐ વષટ્કરાય નમઃ એટલકે હે યજ્ઞાદિક કાર્યોમાં મંત્ર સ્વરૂપ હું આપને નમસ્કાર કરું છું.

વિષ્ણુના નામનુંસ્મરણ કરવાથી મનમાં શ્રદ્ધા વધુ સુદૃઢ થશે જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે અને સુખનો માર્ગ વધુ પ્રશસ્ત થશે.

  • Share this:
અમદાવાદ : ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત મહાકાવ્યમાં અનુશાસન પર્વમાં શ્રી વિષ્ણુસહસ્રનામ આવેલું છે. કૌરવો અને પાંડવો વચ્ચે કુરૂક્ષેત્રના મેદાનમાં 18 દિવસ ભિષણ યુદ્ધસંગ્રામ ચાલ્યો હતો. કુરૂક્ષેત્રના આ યુદ્ધ બાદ પાંડવોનો વિજય તો થયો પણ પાંડવો યુદ્ધનો વિજય પણ મનાવી શકવા સમર્થ નહોતા કારણ કે, પાંડવોના ઘણાં સ્નેહી-સંબંધી આ યુદ્ધમાં માર્યા ગયા હતા જેથી, યુધિષ્ઠિર ખૂબ જ વ્યથિત હતા. યુધિષ્ઠિરે બાણશૈયા ઉપર સૂતેલા ભિષ્મ પાસે જઈ પોતાની વ્યથા ઠાલવી. દુઃખની આ ઘડીએ ભિષ્મે યુધિષ્ઠિરને શ્રી વિષ્ણુસહસ્રનામનું દિવ્ય જ્ઞાન આપ્યું.

શ્રી વિષ્ણુસહસ્રનામના સ્મરણ થકી યુધિષ્ઠિરના સઘળા દુઃખ નાશ પામ્યા અને પરમ શાંતિનો અનુભવ થયો. જો એ સમયે યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ પુરૂષને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો આજે આપણે તો હળાહળ કળીયુગમાં જીવીએ છીએ. આજે આપણે મનુષ્યો એક સાથે અનેક મુશ્કેલીનો સામનો કરતા કરતા જીવન જીવીએ છીએ. કળીયુગમાં આટલી મુશ્કેલી વચ્ચે પણ જો સુખ-સફળતા-સમૃદ્ધિને પ્રાપ્ત કરવી હોય તો શ્રી વિષ્ણુસહસ્રનામ સ્મરણ શ્રીનારાયણના સાક્ષાત્ દર્શન સમું આશિર્વાદરૂપ નિવડશે.

આ પણ વાંચો : સૂર્યગ્રહણથી લઇને ક્રિસમસ સુધી, જાણો ક્યારે છે તહેવાર

યજુર્વેદમાં યજ્ઞાદિક કાર્યોની સમજ સારી પેઠે આપી છે. મનુષ્ય પોતાના જીવન દરમિયાન જુદા જુદા યજ્ઞ કાર્યોમાં પ્રવૃત્ત રહે તે આવશ્યક છે. યજ્ઞ એટલે કેવળ હોમ-હવનની વાત નથી કરતો પણ યજ્ઞ એટલે એવા સદ્કાર્યો કે જે કર્યેથી આપણા પ્રત્યેક રોમછિદ્રોમાં પવિત્ર ઊર્જા પ્રવેશ પામે. જ્યાં સદ્કાર્ય થાય ત્યાં ભગવાન શ્રીવિષ્ણુ સ્વયં દિવ્યદેહે પ્રગટ જ હોય છે.

આ પણ વાંચો : સુખ-સફળતા-સમૃદ્ધિને પ્રાપ્ત કરવા વિષ્ણુસહસ્રનામનું રોજ સ્મરણ કરો, જાણો બીજા નામનો મહિમા

ॐ વષટ્કરાય નમઃ(હે યજ્ઞાદિક કાર્યોમાં મંત્ર સ્વરૂપ હું આપને નમસ્કાર કરું છું)
કહેવાય છે કે હોમ-હવન જેવા યજ્ઞ કાર્યો કરવાથી સમસ્ત દેવતાગણ પુષ્ટ થાય છે. જ્યારે આપણે યજ્ઞમાં મંત્રસ્વરૂપે આહુતિ અર્પણ કરીએ છીએ ત્યારે તેનો યજ્ઞભાગ પ્રત્યેક દેવતા પ્રાપ્ત કરે છે. યજ્ઞકાર્યમાં પાવક અગ્નિની સાથે સાથે જે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર બોલવામાં આવે તેમાં શ્રીવિષ્ણુદેવ મંત્રસ્વરૂપે ભળેલા જ હોય છે. શ્રી વિષ્ણુસહસ્રનામના આ ત્રીજા નામનું સ્મરણ કરવાથી આપણા જીવમાં બિરાજમાન બ્રહ્મ પણ પુષ્ટ થાય છે જેથી આપણને અખૂટ પ્રાણઊર્જા પ્રાપ્ત થાય.
First published: December 1, 2019, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading