સુખ-સફળતા-સમૃદ્ધિને પ્રાપ્ત કરવા વિષ્ણુસહસ્રનામનું રોજ સ્મરણ કરો, જાણો બીજા નામનો મહિમા

News18 Gujarati
Updated: November 30, 2019, 3:32 PM IST
સુખ-સફળતા-સમૃદ્ધિને પ્રાપ્ત કરવા વિષ્ણુસહસ્રનામનું રોજ સ્મરણ કરો, જાણો બીજા નામનો મહિમા
વિષ્ણુના નામનુંસ્મરણ કરવાથી મનમાં શ્રદ્ધા વધુ સુદૃઢ થશે

વિષ્ણુના નામનુંસ્મરણ કરવાથી મનમાં શ્રદ્ધા વધુ સુદૃઢ થશે જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે અને સુખનો માર્ગ વધુ પ્રશસ્ત થશે.

  • Share this:
અમદાવાદ : ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત મહાકાવ્યમાં અનુશાસન પર્વમાં શ્રી વિષ્ણુસહસ્રનામ આવેલું છે. કૌરવો અને પાંડવો વચ્ચે કુરૂક્ષેત્રના મેદાનમાં 18 દિવસ ભિષણ યુદ્ધસંગ્રામ ચાલ્યો હતો. કુરૂક્ષેત્રના આ યુદ્ધ બાદ પાંડવોનો વિજય તો થયો પણ પાંડવો યુદ્ધનો વિજય પણ મનાવી શકવા સમર્થ નહોતા કારણ કે, પાંડવોના ઘણાં સ્નેહી-સંબંધી આ યુદ્ધમાં માર્યા ગયા હતા જેથી, યુધિષ્ઠિર ખૂબ જ વ્યથિત હતા. યુધિષ્ઠિરે બાણશૈયા ઉપર સૂતેલા ભિષ્મ પાસે જઈ પોતાની વ્યથા ઠાલવી. દુઃખની આ ઘડીએ ભિષ્મે યુધિષ્ઠિરને શ્રી વિષ્ણુસહસ્રનામનું દિવ્ય જ્ઞાન આપ્યું. શ્રી વિષ્ણુસહસ્રનામના સ્મરણ થકી યુધિષ્ઠિરના સઘળા દુઃખ નાશ પામ્યા અને પરમ શાંતિનો અનુભવ થયો.
જો એ સમયે યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ પુરૂષને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો આજે આપણે તો હળાહળ કળીયુગમાં જીવીએ છીએ. આજે આપણે મનુષ્યો એક સાથે અનેક મુશ્કેલીનો સામનો કરતા કરતા જીવન જીવીએ છીએ. કળીયુગમાં આટલી મુશ્કેલી વચ્ચે પણ જો સુખ-સફળતા-સમૃદ્ધિને પ્રાપ્ત કરવી હોય તો શ્રી વિષ્ણુસહસ્રનામ સ્મરણ શ્રીનારાયણના સાક્ષાત્ દર્શન સમું આશિર્વાદરૂપ નિવડશે.

કળીયુગમાં જે મનુષ્ય ચેતનવંતો હોય તે જ સફળ થાય. ચેતના એટલે સભાન અવસ્થા, સમજણ અને ભવિષ્યને સમજવાની શક્તિ. જો આપણે આપણા હૃદયમંદિરમાં ચેતનાનો સંચાર કરવો હશે તો શ્રી વિષ્ણુસહસ્રનામનું સ્મરણ અત્યંત પુણ્યફળ પ્રદાન કરનારું નિવડશે. જીવનનો કાર્યપથ સમજવા માટે અને તેમાં સફળતા મેળવવા માટે ચેતના અત્યંત આવશ્યક છે, જે આપણને શ્રી વિષ્ણુસહસ્રનામ સ્મરણથી પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : આ 5 રાશિ માટે ખૂબ જ લકી રહેશે આવનારું 2020નું વર્ષ

ॐ વિષ્ણવે નમઃ
(હે સર્વવ્યાપક દિવ્ય ચેતનતત્ત્વ હું આપને નમસ્કાર કરું છું)કુલ ત્રણ પ્રધાન તત્ત્વ છે- સાત્વિક, રાજસીક અને તામસિક. અત્યારે કળીયુગમાં સાત્વિક તત્ત્વ થોડું નબળું પડ્યું છે અને રાજસીક અને તામસિક તત્ત્વ ખૂબ બળવાન બન્યા છે. આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે, સાત્વિક તત્ત્વ નબળું પડ્યું છે પણ તેનો સદંતર લોપ નથી થયો. પ્રત્યેક મનુષ્યમાં આ સત્ ઓછેવત્તે અંશે જરૂરથી જીવંત છે. શ્રીવિષ્ણુનું પ્રસ્તુત નામ સ્મરણ આપણામાં સત્ વધુ જીવંત અને પ્રભાવી બનાવશે જેથી આપણે એ સત્ એટલે કે સનાતનને આધાર બનાવી વધુ ઉત્કૃષ્ઠ જીવન જીવી શકીએ અને આપણા સર્વ મનોરથ સિદ્ધ કરી શકીએ.
First published: November 30, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading