સુરતની વિશ્વકૃપા સોસાયટીના ગોબર-માટીના શ્રીજીએ આકર્ષણ જમાવ્યું

સુરતના સુમુલ (Surat) ડેરી રોડ પર આવેલી સોસાયટીએ ગોબર (Dung) અને માટીની મુર્તી (Idol) બનાવી લોકોને પર્યાવરણની (EcoFriendly) જાળવણીનો મેસેજ આપાયો , મુર્તિનું વિસર્જન પંડાલમાંજ કરવામાં આવશે.

News18 Gujarati
Updated: September 9, 2019, 7:20 PM IST
સુરતની વિશ્વકૃપા સોસાયટીના ગોબર-માટીના શ્રીજીએ આકર્ષણ જમાવ્યું
આ પ્રતિમાનું વિસર્જન પણ પંડાલમાં જ કરવામાં આવશે
News18 Gujarati
Updated: September 9, 2019, 7:20 PM IST
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત (Surat) સહિત અનેક શહેરો દ્વારા નદીમાં ગણેશ વિસર્જન (Immersion) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે હવે લોકોમાં પણ પર્યાવરણને (Environment) લઇને અનેક જાગૃતિ આવી છે. શહેરમાં અનેક જગ્યાઓ પર માટીની પ્રતિમાઓ નજરે ચડી છે, ત્યારે સુરતના સુમુલ ડેરી રોડ ખાતે વિશ્વકૃપા સોસાયટીમાં (VishwaKrupa) ગોબર (dung) અને માટીમાંથી તૈયાર કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ શ્રીજીની ઇકોફ્રેન્ડલી (Eco-Friendly) પ્રતિમાનું વિસર્જન પણ પંડાળમાંજ કરવામાં આવશે.

સમગ્ર દેશ માટે પર્યાવરણની જાળવણીનો પ્રશ્ન ઘેરો બન્યો છે. ત્યારે પી.ઓ.પીની ગણેશ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવાને કારણે પાણીની ગુણવત્તા પર તેની સીધી અસર થતી હતી. જેથી બે વર્ષથી સુરત શહેરમાં તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તાપી નદીની ગુણવત્તા નબળી પડવાને કારણે અનેક લોકોમાં પણ જાગ્રુતી આવી છે. લોકો હવે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન પોતાના ઘરોમાં અને પંડાલોમાં કરી રહ્યા છે. આવીજ એક વધુ સારી પહેલ સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલ વિશ્વક્રૂપા સોસાયટી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગઢડામાં 12 વર્ષ પછી નીકળી જળજીલણ યાત્રા, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

પર્યાવરણ અને નદીના રક્ષણના મેસેજ સાથે આ સોસાયટીના મંડળ દ્વારા ખાલી માટીની નહીં પરંતુ માટીની સાથે ગોબરનો ઉપયોગ કરી પ્રતિમા તૈયાર કરાવી છે. આ ગણેશ ઉત્વસના આયોજક પિયુષભાઇએ જણાવ્યું હતું કે 'અમે અમારા મંડળ તરફથી લોકોને સંદેશો આપવા માંગયે છીએ કે અમારા મંડળની જેમ સુરતના તમામ ગણેશ મંડળો માટીની તેમજ ગોબરની પ્રતિમાઓનું સ્થાપન કરે અને તેનું વિસર્જન પણ મંડપ અથવા સોસાયટીમાં કરે જેથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય . ઉલ્લેખનીય છેકે મહારાષ્ટ્ર બાદ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ સુરતમાં ધામ ધુમથી ઉજવવમાં આવે છે. સુરતમાં 70 હજાર કરતાં વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...