Home /News /shows /મહાભારતમાં શ્રીકૃષ્ણને જોઈ શીખી શકો છો, કેવી રીતે કરાય ગુસ્સા પર કાબુ

મહાભારતમાં શ્રીકૃષ્ણને જોઈ શીખી શકો છો, કેવી રીતે કરાય ગુસ્સા પર કાબુ

જો તમે વારંવાર ગુસ્સો કરતા હોવ તો, સૌથી પહેલા જે વસ્તુ ગુમાવવા પડે છે તે છે સંબંધ. પૂર્વજોથી ચાલી આવતો સંબંધ પણ ક્ષણિક ક્રોધની બલિ ચઢી જાય છે.

જો તમે વારંવાર ગુસ્સો કરતા હોવ તો, સૌથી પહેલા જે વસ્તુ ગુમાવવા પડે છે તે છે સંબંધ. પૂર્વજોથી ચાલી આવતો સંબંધ પણ ક્ષણિક ક્રોધની બલિ ચઢી જાય છે.

મહાભારતમાં શ્રીકૃષ્ણના સ્વભાવને જોઈ આપણે પણ કેટલીક વાતો શીખવી જોઈએ. જેમ કે ક્યા સમયે શું બોલવું, કોઈ માણસે કોઈ વાત કેવી રીતે સમજાવવી અને કેવો વ્યવહાર કરવો. મહાભારતમાં શિશુપાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું. આ મુદ્દે ઘણો સમય શ્રીકૃષ્ણ ચુપ રહ્યા, પરંતુ તેમને જ્યારે લાગ્યું કે, હવે ચુપ્પીને કાયરતા માની લેવામાં આવશે તો, તેમણે ભરી સભામાં સુદર્શન ચક્રનો પ્રયોગ પણ કર્યો.

મહાભારતમાં શ્રીકૃષ્ણના સ્વભાવથી આપણે આ વસ્તુ શીખી શકીએ છીએ

જો તમે વારંવાર ગુસ્સો કરતા હોવ તો, સૌથી પહેલા જે વસ્તુ ગુમાવવા પડે છે તે છે સંબંધ. ક્રોધની આગ સૌથી પહેલા સંબંધોને સળગાવે છે. પૂર્વજોથી ચાલી આવતો સંબંધ પણ ક્ષણિક ક્રોધની બલિ ચઢી જાય છે.

બીજી વસ્તુ પોતાના વ્યક્તિઓની આપણા પ્રત્યેની નિષ્ઠા. સંબંધોમાં તિરાડ આવે તો નિષ્ઠા સૌથી પહેલા ખસકે છે. પછી જાય છે સન્માન. જો તમે વારંવાર કોઈના પર ક્રોધ કરો છો તો, તમે તેની નજરમાં પોતાનું સન્માન ગુમાવી બેસો છો.

ત્યારબાદ વારો આવે છે પોતાની વિશ્વસનીતાનો. આપણા પરથી લોકોનો ભરોસો ઉઠી જાય છે. પછી સ્વભાવ અને સ્વાસ્થ્ય. જોવાથી લોકો આપણી સાથે લાગે છે, પરંતુ વાસ્તવમાં તે હોતા નથી.

આવી રીતે મેળવી શકાય ગુસ્સાથી છૂટકારો

1 - હંમેશા ચહેરા પર હંસી લાવી રાખો. કોઈ પણ વાત હોય, ઊંડાણ પૂર્વક તેના પર વિચારો માત્ર ક્ષણિક આવેગમાં આવી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત ન કરો.

2 - સાચા સમયની રાહ જુઓ. કૃષ્ણ પાસેથી શીખો પોતાના સ્વભાવમાં કેવા રહ્યા. તેમણે ક્યારે પણ ક્ષણિક આવેગમાં કોઈ પ્રતિક્રિયા નથી આપી.

3 - હંમેશા પરિસ્થિતિને ગંભીરતાથી જોતા હતા. શિશુપાલ અપમાન કરતો રહ્યો, પરંતુ તે સાચા સમયની રાહ જોતા રહ્યા. સમય આવવા પર તેમણે શિશુપાલને માર્યો.

4 - પોતાની દિનચર્યામાં મેડિટેશનને અને ચહેરા પર હંસીને સ્થાન આપો. આ બંને વસ્તુ તમારા વ્યક્તિત્વમાં મોટુ પરિવર્તન લાવી શકે છે. ક્યારે પણ કોઈ પણ સ્થિતીને પહોંચીવળવા માટે તમે સક્ષમ બનશો.
First published:

Tags: Mahabharat, Shri Krishna

विज्ञापन